ઉત્તર પ્રદેશના મેરઠના રહેવાસી શશાંક મિશ્રાએ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા પહેલા IIT ની પ્રવેશ પરીક્ષા પાસ કરી અને હવે એન્જિનિયર બની ગયા છે. ત્યાર બાદ પોતાનું સપનું પૂર્ણ કરવા માટે મલ્ટીનેશનલ કંપનીની નોકરી છોડીને UPSC ની પરીક્ષા આપી અને ઓલ ઇન્ડિયામાં 5 મો રેન્ક પ્રાપ્ત કરી IAS ઓફિસર બન્યા હતા. તાજેતરમાં Aspirant નામની એક વેબસિરીઝ આવી હતી, જેમાં UPSC ની તૈયારી કરતા ત્રણ મિત્રોની વાર્તા બતાવવામાં આવી હતી. આ અવસર પર અમે તમને એવા જ કેટલાક લોકોની સ્ટોરી જણાવી રહ્યા છીએ, જેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને UPSC પાસ કર્યું છે.
મેરઠના રહેવાસી શશાંક મિશ્રાના પરિવારમાં ત્રણ ભાઈઓ, એક બહેન અને માતા-પિતા હતા. શશાંકના પિતા એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી કમિશનરની પોસ્ટ પર હતા અને બધુ બરાબર ચાલી રહ્યું હતું. જ્યારે શશાંક 12 મા ધોરણમાં હતા ત્યારે તેના પિતાનું અકાળે અવસાન થઈ ગયું હતું અને પરિવારની જવાબદારી તેમના પર આવી ગઈ હતી. તેમ છતાં શશાંકે હાર ન માની અને જવાબદારીઓને નિભાવતા તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કર્યો હતો.
UPSC પાઠશાળાના રિપોર્ટ મુજબ, 12 મા ધોરણ બાદ શશાંક મિશ્રાએ IIT પ્રવેશ પરીક્ષા આપી અને 137 મો રેન્ક મેળવીને પાસ થયા હતા. ત્યાર બાદ તેમણે IIT દિલ્હીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B.Tech કર્યું અને તેમને એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ છે. ત્યાર બાદ તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી થઈ ગઈ હતી.
મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળ્યા બાદ શશાંક મિશ્રાનું જીવન સારી રીતે ચાલવા લાગ્યું હતું, પરંતુ તેમનું સપનું વહીવટી સેવામાં જવાનું હતું અને આ કારણે નોકરીમાં તેમને રસ નહોતો. ત્યાર બાદ તેમને 2004 માં નોકરી છોડવાનો નિર્ણય કર્યો અને દિલ્લીમાં રહીને સિવિલ સર્વિસની તૈયારી કરવા લાગ્યા હતા. તેમ છતાં તેમનો આ માર્ગ સરળ નહોતો.
નોકરી છોડ્યા બાદ શશાંક મિશ્રાને ફરીથી પૈસાની સમસ્યા થવા લાગી, તેના માટે તેમણે દિલ્લીમાં એક કોચિંગમાં ભણાવવાનું શરુ કરી દીધું હતું. તેમ છતાં ત્યાંથી થનારી આવક ખર્ચને ઉઠાવી શક્તિ નહોતી. ત્યાર બાદ તે મેરઠમાં રહેવા લાગ્યા અને દરરોજ દિલ્લી અપ-ડાઉન કરવા લાગ્યા હતા.
શશાંક મિશ્રાએ મેરઠમાં રહેવાનો નિર્ણય કર્યો, પરંતુ દરરોજ દિલ્લી આવવા-જવાથી તેમનો મોટાભાગનો સમય ખરાબ થઈ જતો હતો. ત્યાર બાદ તેમને મેરઠથી દિલ્લી આવવા-જવાની મુસાફરીને સ્ટડી ટાઈમમાં કનવર્ટ કરી લીધો અને ટ્રેનમાં બેસી અભ્યાસ કરવાનું શરુ કરી દીધું હતું.
તમામ મુશ્કેલીઓ સામે લડીને શશાંક મિશ્રાએ બે વર્ષ સુધી ખૂબ તૈયારી કરી અને પછી UPSC ની પરીક્ષા આપી હતી. પ્રથમ પ્રયાસમાં તેમની પસંદગી એલાઈડ સર્વિસીસમાં થઈ ગઈ હતી. પરંતુ તેમણે ફરી પ્રયાસ કર્યો હતો. શશાંકે 2007 ની પરીક્ષામાં સફળતા મળી અને 5 મો રેન્ક મેળવીને તેમને IAS બનવાનું સપનું સાકાર કર્યું હતું.