શૌચાલયમાં સાપે એવી જગ્યાએ માર્યો ડંખ કે કોઈને કહી પણ ન શકાય, પાડોશી પર છે શંકા..

વહેલી સવારે ભગવાનનું નામ લેવાથી અનેક પરેશાનીઓ દૂર થાય છે. પરંતુ ઓસ્ટ્રિયામાં એક વ્યક્તિની ખુશનુમા સવાર ખરાબ સ્વપ્નમાં ફેરવાઈ ગઈ. આ વ્યક્તિ શૌચાલયમાં બેઠો હતો ત્યારે એક સાપે તેને ડંખ માર્યો. સ્ટાયરિયા સ્ટેટ પોલીસના જણાવ્યા અનુસાર આ સનસનાટીભર્યો મામલો ગ્રાઝ શહેરમાં સામે આવ્યો છે. જ્યાં એક 65 વર્ષીય વ્યક્તિને લગભગ પાંચ ફૂટ લાંબા સાપે ડંખ માર્યો હતો.

પીડિતએ જણાવ્યું કે ટોયલેટ સીટ પર બેઠેલી થોડી જ સેકન્ડોમાં તેને લાગ્યું કે તેના પ્રાઈવેટ પાર્ટમાં કોઈ વિચિત્ર રીતે ડંખ મારી રહ્યું છે. તેણે ઊભા થઈને જોયું તો તેના હોશ ઉડી ગયા. નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રજાતિનો સાપ એશિયામાં જોવા મળે છે. જે 9 મીટરથી વધુ એટલે કે લગભગ 29 ફૂટ લાંબો હોઈ શકે છે. આ ઘટના બાદ તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. જ્યાં સારવાર બાદ તેમની હાલત હવે સારી છે.

પાડોશી પર શંકા: આજુબાજુ માં પૂછપરછ કરી ત્યારે શંકાની સોય પાડોશીના ફ્લેટ તરફ પણ ગઈ હતી. જો કે, આ સાપ આ વ્યક્તિના ટોયલેટમાં કેવી રીતે પહોંચ્યો તે અંગે હજુ સુધી ખુલાસો થયો નથી. જ્યારે ઈમરજન્સી સેવાઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ એક સાપ પકડનારને રવાના કર્યો જેણે સાવધાનીપૂર્વક શૌચાલયમાંથી સાપને દૂર કર્યો. તેને સાફ કર્યો અને પછી તેને તેના મૂળ માલિકને પરત કર્યો.

કેસ નોંધવામાં આવ્યો: પોલીસે જણાવ્યું કે આ વૃદ્ધની પડોશમાં 24 વર્ષનો યુવક રહે છે. જેમણે ઘરમાં 11 સાપ અને અજગર રાખ્યા છે. જોકે તેની નજીક મળી આવેલા તમામ સાપ બિનઝેરી હતા. જેમાંથી કોઈ ઝેરી નથી. મામલો સામે આવ્યા બાદ પડોશી વિરુદ્ધ બેદરકારીના કારણે બીજાને શારીરિક નુકસાન પહોંચાડવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

Scroll to Top