‘બીગ બોસ 13’ ફેમ શેફાલી ઝરીવાલાની લેટેસ્ટ બિકીની તસ્વીરો થઇ વાઇરલ

‘બીગ બોસ 13’ ફેમ શેફાલી ઝરીવાલા પોતાના હોટ અને બોલ્ડ લુકના કારણે ચર્ચામાં રહે છે. શેફાલી પોતાની હોટ અને બોલ્ડ લુકની તસ્વીરો અને વિડિયોઝ ચાહકોની સાથે પણ શેર કરતી રહે છે. તાજેતરમાં શેફાલી વર્માએ પોતાની બોલ્ડ તસ્વીરો શેર કરી છે, જે આગ લગાવી રહી છે.

તસ્વીરોમાં શેફાલી ઝરીવાલા રેડ બિકિનીમાં જોવા મળી રહી છે. શેફાલી ઝરીવાલા પૂલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. શેફાલી ઝરીવાલાની સાથે તેમનો ડોગી પગમાં છે. તેની સાથે શેફાલી ઝરીવાલા જબરદસ્ત અંદાજમાં પોઝ આપી રહી છે.

આ લુકમાં શેફાલી ઝરીવાલા ઘણી બોલ્ડ જોવા મળી રહી છે. તસ્વીરો શેર કરતા શેફાલી ઝરીવાલાએ લખ્યું છે કે, ‘ગરમીની મજા લેવાનો સમય આવી ગયો છે. શેફાલી ઝરીવાલાની આ તસ્વીરોને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જ્યારે તેને ખૂબ લાઇક્સ અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, તાજેતરમાં જ પોતાના એક ઇન્ટરવ્યુમાં પોતાના લગ્ન અને છૂટાછેડાને લઈને વાત કરી હતી અને કહ્યુ હતું કે, તેમને સંબંધમાં માનસિક પીડા સહન કરવી પડી હતી. શેફાલી ઝરીવાલાના પ્રથમ લગ્ન મીત બ્રધર્સ ફેમ હરમીત સિંહથી થયા હતા, પરંતુ તે વધુ દિવસ સુધી ટકી શક્યા નહોતા અને 2009 માં છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર બાદ શેફાલી ઝરીવાલાએ 2014 માં અભિનેતા પરાગ ત્યાગીથી લગ્ન કરી લીધા હતા.

Scroll to Top