તાલિબાનમાં સાત મોટા નેતાઓમાં શામેલ છે દહેરાદૂન IMAમાં ભણેલો શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનિકઝાઈ, જાણો કોણ છે આ તેમના વિશે સંપૂર્ણં માહિતી…

અફઘાનિસ્તાનમાં 1996 થી 2001 સુધી તાલિબાનનું શાસન હતું. ત્યારબાદ 2001 માં અમેરિકન સૈનિકોએ તેને ભગાડી દીધો. હવે જ્યારે અમેરિકી દળો પરત ફરી રહ્યા છે ત્યારે તાલિબાનોએ ફરી એકવાર અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે.

ચીન અને રશિયાએ અફઘાનિસ્તાનમાં તાલિબાનને માન્યતા આપવાની તૈયારી દર્શાવી છે જ્યારે સમગ્ર વિશ્વ તાલિબાનના આગમનથી ચિંતિત બન્યું છે. હવે સવાલ એ છે કે આ આંતકી સંગઠનની સરકારનું નેતૃત્વ કોણ કરશે અને તેઓ કોણ છે જેમણે આટલી ઝડપથી કાબુલ પર કબજો કરી લીધો છે. તાલિબાનમાં આ સાત નેતાઓ છે જેમના દોરી સંચારમાં સંગઠને સમગ્ર અફઘાનિસ્તાન પર પોતાનો કબજો જમાવી લીધો છે

તાલિબાનના 7 સૌથી શક્તિશાળી નેતાઓમાંથી એક શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનિકઝાઈ છે. સ્ટેનિકઝાઈ તાલિબાન સરકારનો ઉપમંત્રી રહી ચૂક્યો છે. તે એક કટ્ટર ધાર્મિક નેતા અને મુખ્ય રાજનયિક છે. છેલ્લા એક દાયકાથી તે દોહામાં રહે છે.

2015માં તેને તાલિબાનની રાજનીતિક ઓફિસનો વડો બનાવવામાં આવ્યો હતો. અફઘાન શાંતિ વાર્તામાં તે મુખ્ય રહ્યો હતો. અમેરિકા સાથે શાંતિ કરારમાં પણ તે સામેલ હતો. તે તાલિબાનમાં સૌથી વધારે ભણેલો છે. સ્ટેનિકઝાઈ ભારતથી અંગ્રેજી બોલવાનું શીખ્યો હતો. પોલિટિકલ સાયન્સમાં તેણે એમએની ડિગ્રી લીધી છે. અંગ્રેજી પર સારી પકડ અને મિલિટરી ટ્રેનિંગના કારણે સ્ટેનિકઝાઈ વર્ષો સુધી તાલિબાનનો મુખ્ય મંત્રણાકાર રહ્યો હતો.

1997માં ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’માં છપાયેલા અહેવાલમાં સ્ટેનિકઝાઈને તાલિબાન સરકારનો કાર્યકારી વિદેશ મંત્રી કહેવાયો હતો. 1982ની બેચના સ્ટેનિકઝાઈના સાથી જણાવે છે કે, તેનું શરીર મજબૂત બાંધાનું હતું, ઊંચાઈ વધારે નહોતી.

1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદથી અફઘાની કેડેટ્સને IMAમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સ્ટેનિકઝાઈને અફઘાન નેશનલ ડિફેન્સ એન્ડડ સિક્યુરિટી ફોર્સિસ દ્વારા ડાયરેક્ટ રિક્રૂટમેન્ટ આપવામાં આવ્યું હતું. 2012થી સ્ટેનિકઝાઈ તાલિબાનના વરિષ્ઠ નેતાઓનો પ્રતિનિધિ બનીને મંત્રણા કરતો આવ્યો છે. સ્ટેનિકઝાઈ હજી પણ તાલિબાનના મુખ્ય મંત્રણાકારોમાંથી એક છે.

આ ઉપરાંત સ્ટેનિકઝાઈ કટ્ટર ધાર્મિક વિચારોવાળો પણ નહોતો. ભગત બટાલિયનની કેરેન કંપનીમાં 45 જેન્ટલમેન કેડેટ સાથે સ્ટેનિકઝાઈ IMAમાં આવ્યો ત્યારે તેની ઉંમર 20 વર્ષની આસપાસ હતી. સ્ટેનિકઝાઈએ દોઢ વર્ષમાં IMAમાંથી પ્રી-કમિશનનો અભ્યાસ પૂરો કર્યો હતો.

જે બાદ તે લેફ્ટિનેન્ટ તરીકે અફઘાન નેશનલ આર્મીમાં જોડાયો હતો. તે આર્મીમાં જોડાયો તેના થોડા સમય પહેલા જ સોવિયત રશિયાએ અફઘાનિસ્તાન પર કબ્જો કર્યો હતો. 1996માં સ્ટેનિકઝાઈએ સેના છોડી દીધી અને તાલિબાનમાં સામેલ થઈ ગયો. અમેરિકાના તત્કાલીન પ્રેસિડેન્ટ ક્લિન્ટનની સરકાર પાસે તાલિબાનને રાજદ્વારી માન્યતા આપવા સંબંધિત વાટાઘાટમાં તે સામેલ હતો.

તાલિબાની પ્રવક્તાએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે અને વહિવટી સંચાલનને લઈને ટૂંક સમયમાં જાહેરાત કરી દેવામાં આવશે. તાલિબાની પ્રવક્તા મોહમ્મદ નઈમે જણાવ્યું હતું કે, અમે બધાને ખાતરી આપીએ છીએ કે અમે નાગરિકોને સુરક્ષા પૂરી પાડીશું. અમે તમામ અફઘાની હસ્તીઓ સાથે વાતચીત કરવા માટે તૈયાર છીએ અને જરૂરી સુરક્ષાની ખાતરી આપીશું.

Scroll to Top