શેઠ જગડુશાની ચમત્કારિક જગ્યા, જ્યાં જમીનમાંથી પ્રગટતા અગ્નિને સ્પર્શ કરવા છતાં નથી દાજતા

આજે અમે તમારા માટે એવી ચમત્કારિક જગ્યાએ લઈને આવ્યા છીએ તેને જાણીને તમારા ઉડી જશે હોશ. જગતીયા ગામમાં શેઠ જગડુશાની ચમત્કારિક જગ્યા આવેલી છે જ્યાં હરસિધ્ધિ માતા દ્વારા વરદાન આપવામાં આવ્યું છે કે આ જગ્યામાંથી જ્યારે કોઈપણ વ્યક્તિ તેમને યાદ કરશે ત્યારે તે અગ્નિ રૂપે ત્યાં પ્રગટ થઈ જશે. તેની સાથે બીજું એ પણ વરદાન આપ્યું હતું કે, અગ્નિ રૂપે કોઈ પણ વસ્તુને કે વ્યક્તિને તે ક્યારેય નુકસાન પહોંચાડશે નહીં.

જ્યારે એક સમયે ભયંકર દુકાળ આવ્યો હતો, તે દરમિયાન માનવ અને પશુ-પંખી ખોરાક અને પાણી વગર ટળવા લાગ્યા હતા. ત્યારે શેઠ જગડુશા દ્વારા પોતાના અનાજ ભંડાર ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા. અનાજ ભંડાર પણ ખૂટવા લાગતા શેઠ જગડુશા દ્વારા હરસિધ્ધિ માતાની કઠોળ તપસ્યા કરવામાં આવી હતી અને માતાજી પ્રસન્ન થયા ત્યારે તેમને વરદાન માંગ્યા હતા.

આ સિવાય કર્ણના બીજા અવતાર સમાન શેઠ જગડુશા દ્વારા માતાજી પાસે દરરોજ ગાય ધરાઈને પાછી આવે તેવું વરદાન માંગવામાં આવ્યું હતું. એટલે કે શેઠ જગડુશાએ એવું વરદાન માંગ્યું હતું કે, ક્યારેય આ વિસ્તારમાં દુષ્કાળ ના પડે. કહેવામાં આવે છે કે, તે સમયથી આજદિવસ સુધી આ વિસ્તારમાં હજુ સુધી દુષ્કાળ પડ્યો નથી. જેથી આ વિસ્તાર આજે પણ લીલી નાગર તરીકે ઓળખાય છે.

તેની સાથે આ મંદિરની કોઈ પણ જગ્યાએ ખોદકામ કરવાની સાથે જમીનમાંથી અગ્નિ ઉદભવે છે. એટલે કે મંદિરની ચાર દિવાલોની અંદર અગ્નિ પ્રગટે છે. તેની સાથે આ મંદિરની જમીનમાંથી કુદરતી ગેસ પણ નીકળે છે, આ જ્યોતથી ગરમ ચા, પાણી, રસોઈ બધુ જ બનાવી શકાય છે. તમે તેને અડી પણ શકો છો, તેમ છતાં છતા પણ માતાજીના વરદાન મુજબ તમે દાઝતા નથી. તેના લીધે શેઠ જગડુશાની આ ચમત્કારિક જગ્યા જોવાલાયક છે.

Scroll to Top