અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વાર પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે.
મુંબઈ પોલીસ કમિશનરે આ બાબતમાં કહ્યું છે કે, પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવા અને કેટલીક એપ્સ દ્વારા તેને પબ્લિશ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે. આ કેસને લગતા અમારી પાસે પૂરતા પૂરાવા રહેલા છે.

પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવા અને કેટલીક એપ્સ દ્વારા તેને પબ્લિશ કરવાનો આ કેસ આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નોંધવામાં આવ્યો હતો. તેમ છતાં રાજ કુન્દ્રાએ પોતે કંઈ ખોટું કર્યું નથી તેમ કહેતા આ કેસમાં આગોતરા જામીન પણ માંગી લીધા હતા.

એક અહેવાલ અનુસાર પોલીસ ગયા અઠવાડિયે બે એફઆઈઆર પણ દાખલ કરી હતી. જેમાં નવ લોકોની કથિત રીતે એક્ટર્સને અશ્લીલ ફિલ્મ માટે ન્યૂડ સીન શૂટ કરવા માટે મજબૂર કરવાના આરોપમાં ધરપકડ કરાઈ હતી. રિપોર્ટ મુજબ તેમાં કહેવાયું છે કે, આ ફિલ્મોને પેડ મોબાઈલ એપ્લિકેશન દ્વારા રીલીઝ કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સોમવારના રોજ રાજ કુન્દ્રાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની ધરપકડ કરાઈ હતી. આ પ્રથમ ઘટના નથી જ્યારે રાજ કુન્દ્રા વિવાદોમાં ફસાયા હોય આ અગાઉ પણ તેઓ ઘણા વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે.

રાજ કુન્દ્રાએ તાજેતરમાં જ પોતાની ભૂતપૂર્વ પત્ની કવિતાને લઈને કરેલા ખુલાસાના કારણે પણ ચર્ચાઓમાં રહેલા છે. રાજ કુન્દ્રાએ જણાવ્યું હતું કે. તેમની પૂર્વ પત્ની કવિતાનું તેમના જીજાજી સાથે અફેર ચાલી રહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મારી માતાએ મારી પૂર્વ પત્ની કવિતા અને મારી બહેનના પતિ વંશને એક સાથે વાંધાજનક સ્થિતિમાં ઘણી વખત રંગે હાથ પકડી પાડ્યા હતા. જેના કારણે તેમના લગ્નજીવનનો અંત આવ્યો હતો.

Scroll to Top