શિવસેના એ ભાજપ સામે ચડાવી બાયો,આપ્યું 48 કલાકનું અલ્ટીમેટમ,ના માન્ય તો કરશે આવુ કામ..

મહારાષ્ટ્રના રાજકારણ માટે આગામી 48 કલાક ઘણા મહત્વના છે. ભાજપ તરફથી ચર્ચા પુરી રીતે બંધ છે. આગામી 48 કલાક રાહ જોયા બાદ પ્લાન બીને અમલમાં લાવવાનું કામ શરૂ કરી દેવામાં આવશે. શિવસેના પ્લાન B હેઠળ એનસીપી સરકારમાં શામેલ થશે અને કોંગ્રેસનું બહારથી સમર્થન મળશે.મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને BJP અને શિવસેના વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વધી ગઈ છે. શિવસેનાના તરફથી સમાચાર આવી રહ્યા છે કે મહારાષ્ટ્રની રાજનીતિમાં આગામી 48 કલાક ઘણા મહત્વના રહેવાના છે.BJP તરફથી વાતચીતની પહેલ બંધ થયા પછી શિવસેનાએ 48 કલાક રાહ જોવાનો નિર્ણય કર્યો છે. જે પ્રમાણે શિવસેના અને એનસીપી મળીને સરકાર બનાવી શકે છે. જ્યારે કૉંગ્રેસ આ સરકારને બહારથી સમર્થન આપી શકે છે. માનવામાં આવે છે કે શિવસેના તરફથી જલ્દી કોઈ મોટી જાહેરાત થઈ શકે છે.

આટલુ જ નહી જો શિવસેના ભાજપથી અલગ થઇને સરકાર બનાવશે તો તે સમયે કેન્દ્રમાં મંત્રી અરવિંદ સાવંતને રાજીનામુ આપવા કહેશે. શિવસેના કેન્દ્રમાં ભાજપનું સમર્થન પરત લઇ શકે છે. શિવસેના આર-પારની લડાઇ માટે તૈયાર છે.શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે એક નિવેદન કર્યું હતું કે લોકોને જલ્દી એ વાતની જાણકારી થઈ જશે કે તેમની પાર્ટી રાજ્યની સત્તામાં હશે. આ સિવાય તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકના નુકસાન માટે રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલી 10 હજાર કરોડના પેકેજની ઘોષણા અપર્યાપ્ત છે.

ઉદ્ધવ ઠાકરેએ મીડિયાના એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે તમને આવનાર દિવસોમાં જાણકારી થઈ જશે કે શિવસેના પ્રદેશમાં સત્તામાં હશે. આ પછી પુછેલા કોઈપણ રાજનીતિક સવાલનો જવાબ આપવાથી ઉદ્ધવે ના પાડી દીધી હતી.શિવસેનાએ આ મામલે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘને દખલ દેવાની માંગણી કરી છે. શિવસેનાના નેતા કિશોર તિવારીએ કહ્યું હતું કે તેમણે સંઘ પ્રમુખ મોહન ભાગવતને પત્ર લખીને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને આ મામલામાં હલ કરવા માટે અપીલ કરી છે તિવારીએ કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે ગડકરી બે કલાકમાં આ સમસ્યા ઉકેલી દેશે.

આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે ભાજપને અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સમર્થન આપનારા મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના બડનેરા વિધાનસભા ક્ષેત્રના અપક્ષ ધારાસબ્ય રવિ રાણાએ દાવો કર્યો છે કે જો શિવસેના ભાજપનું સમર્થન નથી કરતી તો તે બે ભાગમાં વહેચાઇ જશે.આ ઉપરાંત મહારાષ્ટ્રના રાજકારણ માટે આગામી 48 કલાક ઘણા મહત્વના છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top