શિવસેના નો ભાજપ પર આકરો પ્રહાર,કહ્યું એવું કે જાણી ને તમે પણ ચોંકી જશો.

મહારાષ્ટ્ર નો મુદ્દો ચૂંટણી પેહલાં થીજ ખુબજ ગરમ છે.મહારાષ્ટ્ર નો માહોલ ચૂંટણી પેહલાથી લઈને અત્યાર સુધી ગરમ રહ્યો છે.દેશ નો સૌથી જૂનો મુદ્દો ઉકલી ગયો પરંતુ મહારાષ્ટ્ર નો મુદ્દો હજી પણ ક્યાંક ને ક્યાંક અટવાઈ રહ્યો છે.ભાજપ અને કોંગ્રેસ સામ સામે હવે એકબીજા પર આક્ષેપ લગાવી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ શિવસેનાના ભાજપ પર ચાબખા યથાવત છે.શિવસેનાના મુખપત્ર સામનામાં શિવસેનાએ ભાજપને આડેહાથ લીધી.તો સંજય રાઉતે પણ શાયરાના અંદાજમાં ભાજપ પર પ્રહાર કર્યા.સંજય રાઉતે ટ્વીટ કરી જણાવ્યું કે તુમસે પહેલે વો જો એક શખ્સ યહાં તખ્તનશીન થા.ઉસકો ભી અપને ખુદા હોને પે ઇતના હી યકીન થા.શિવસેના ભાજપ પર આકરા પ્રહાર કરતાં વધુ એક આ નિવેદન આપ્યું છે.

શિવસેના હવે સરકાર રચી રહી છે.ત્યારે આ મુદાઓમાં બધી તરફથી ભાજપ ને ઘેરી રહી છે.શરૂઆતમાં ભાજપ એ શિવસેના પર ઘણા પ્રહાર કર્યા હતાં.પરંતુ હવે શિવસેના આ મુદ્દાને લઈને ભાજપ પર વળતાં પ્રહાર કરી રહી છે.તો સામનામાં લેખના માઘ્યમથી શિવસેનાએ ખેડૂતોના મુદ્દે ભાજપ પર શાબ્દિક હુમલો કર્યો.

પૂર્વ સીએમ ફડણવીસે કરેલા ટ્વીટનો જવાબ આપતા શિવસેનાએ કહ્યું કે ખેડૂતો આજે પણ ભાજપ સાથે લડાઇ લડવા તૈયાર છે.શિવસેનાએ માંગણી કરી છે કે ખેડૂતોને 25 હજાર પ્રતિ હેક્ટર વળતર આપવામાં આવે.જ્યારે કે અત્યારે ફક્ત 8 હજાર પ્રતિ હેક્ટર મળી રહ્યા છે.સામનામાં જણાવવામાં આવ્યું કે હવે જ્યારે મહારાષ્ટ્રની જનતાએ ભાજપ સરકારને મતો નથી આપ્યા તો કેન્દ્ર સરકારે ખેડૂતો સાથે બદલો લેવો જોઇએ નહીં.

ત્યારે ભાજપ આ વાત નો ઇનકાર કરી રહી છે અને અન્ય પાર્ટીઓ આ મુદ્દા ને લઈને ભાજપ પર વળી વળી ને આકરા પ્રહારો કરી રહી છે.શિવસેના હવે પુર જોશ માં આવી ગઈ છે.સરકાર બનવાની સ્પષ્ટતા ને લાઇને ભાજપ શિવાઈ અન્ય બધી પાર્ટીઓ ઘણી ખુશ નજર આવી રહી છે.

ત્યારે હવે આ ગરમ માહોલ ને વધું શિવસેના નું આ નિવેદન વધારે ગરમ કરી રહ્યો છે.મહારાષ્ટ્ર નો મુદ્દો હવે વધારે ને વધારે ગરમ થઇ રહ્યો છે.શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઇને ફરી એક વખત ભાજપ પર નિશાન સાધ્યું.સંજય રાઉતે જણાવ્યું કે અમે હંમેશા એનડીએને સાથ આપ્યો છે.

શિવસેના એનડીએને બનાવનારી પાર્ટી છે.પરંતુ જે પાર્ટી હંમેશા સાથે રહી તેને જ આજે બહાર કાઢવામાં આવી.સંજય રાઉતે કહ્યું કે આ દેશમાં મોટા-મોટા બાદશાહો આવ્યા અને ગયા.પરંતુ દેશનું લોકતંત્ર કાયમ છે.કોઇ પોતાને ભગવાન ન સમજે તેવો કટાક્ષ પણ રાઉતે ડાયલોગના માધ્યમથી કર્યો.રાઉત નું અગાવ પણ કહેવું હતું કે ભાજપ પોતાને ભગવાન ના સમજી લે સરકાર બનવવામાં અમારે ભાજપ ની જરૂરું નથી.ત્યારે આજનું આ નિવેદન એ વાત મેં સ્પષ્ટ કરી રહી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top