ક્રિકેટ જગતના આ દિગ્ગજ ખેલાડીએ લીધા છૂટા-છેડા, પત્ની એ ભાવુક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શિખર ધવનને લઈને મોટી જાણકારી સામે આવી છે. લગ્નના આઠ વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શિખર ધવનના છૂટાછેડા થઈ ગયાના સમાચાર સામે આવ્યા છે.

શિખર ધવનની પત્નીએ આયેશા મુખર્જી દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખવામાં આવી છે અને જણાવ્યું છે કે, તેમના બીજા લગ્ન પણ તૂટી ગયા છે. છેલ્લા થોડા સમયથી ધવન અને આયેશા વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી ગઈ હોવાની જાણકારી સામે આવી હતી.

બંને દ્વારા સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો પણ કરી દેવામાં આવ્યા હતા. હવે આ અફવાઓ પર આયેશાની આ પોસ્ટ દ્વારા મોહર લગાવી દેવામાં આવી છે. શિખર ધવન અને આયેશાને એક પુત્ર પણ છે. જ્યારે આયેશાને પ્રથમ લગ્નથી બે પુત્રીઓ પણ રહેલી છે.

આયેશા શિખર ધવનથી 10 વર્ષ મોટી પણ રહેલી છે. આયેશા ઓસ્ટ્રેલિયામાં ભણેલી છે. તેની માતા બંગાળી અને પિતા ઓસ્ટ્રેલિયન છે. સ્પોર્ટ્સમાં રસ ધરાવનાર આયેશા પોતે એક બોક્સર પણ રહી ચૂકી છે. શિખર ધવનના પરિવારજનો આ સંબંધના વિરુદ્ધ રહેલા હતા. તેમ છતાં બંનેએ તેમને મનાવી પણ લીધા હતા. 2012 માં શિખ પરંપરા અનુસાર તેમના લગ્ન થયા હતા. જેમાં ઘણા ભારતીય ક્રિકેટર્સ સામેલ પણ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Aesha Mukerji (@apwithaesha)

શિખર ધવન જુલાઈમાં શ્રીલંકાના પ્રવાસે ગયેલી યુવાન ભારતીય ટીમની આગેવાની પણ કરી હતી. ત્રણ વન-ડે મેચની શ્રેણીમાં ભારતનો વિજય થયો હતો જયારે ત્રણ ટી-20 મેચની શ્રેણીમાં ધવનની આગેવાનીવાળી ટીમને પરાજય થયો હતો. આ ટીમના કોચનો રાહુલ દ્રવિડ રહ્યા હતા.

તેમ છતાં શિખર ધવન ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. રોહિત શર્માનું સ્થાન નક્કી હોવાના કારણે તેના સાથી ઓપનર તરીકે શિખર ધવનનો મુકાબલો લોકેશ રાહુલ સાથે થઈ શકે છે. તેમ છતાં કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ મોટી ટીમ પસંદ કરશે જેથી શિખર ધવનને સ્થાન મળી શકશે.

Scroll to Top