T20 વર્લ્ડ કપ 2022 ની સેમિફાઇનલ મેચ (IND vs ENG) માં, ઇંગ્લેન્ડે ગુરુવારે ભારત સામે 10 વિકેટે ઐતિહાસિક જીત નોંધાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. એડિલેડમાં રમાયેલી આ નોકઆઉટ મેચમાં રોહિત શર્માની ટીમે પ્રથમ બેટિંગ કરીને 168/6 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા ઇંગ્લેન્ડે શરૂઆતથી જ ધારદાર વલણ દાખવ્યું હતું. જોસ બટલર અને એલેક્સ હેલ્સની ઓપનિંગ જોડીએ અણનમ રહીને માત્ર 16 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધો હતો.કેપ્ટન બટલરે 49 બોલમાં 80 રનની ઇનિંગ રમી જેમાં 9 ફોર અને 3 સિક્સ સામેલ હતી. બીજી તરફ હેલ્સે 47 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 86 રન બનાવ્યા હતા.
મેચ દરમિયાન શોએબ અખ્તર વારંવાર ટ્વિટ કરતો હતો. જે દર્શાવે છે કે તે આખી મેચ દરમિયાન તેની ટીવી સ્ક્રીન પર ચોંટી રહ્યો હતો. ઇંગ્લેન્ડની જીત પછી, ભૂતપૂર્વ ક્રિકેટરે તેની યુટ્યુબ ચેનલ (શોએબ અખ્તર યુટ્યુબ) પર ભારતની હાર પર કટાક્ષ કર્યો.
Embarrassing loss for India. Bowling badly exposed. No meet up in Melbourne unfortunately. pic.twitter.com/HG6ubq1Oi4
— Shoaib Akhtar (@shoaib100mph) November 10, 2022
અગાઉ, પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે ભારતની પ્રથમ ઇનિંગ્સની સમીક્ષા કરતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે હાર્દિક પંડ્યા (33 બોલમાં 63 રન)ની પ્રશંસા કરી હતી. જેમાં અખ્તરે કહ્યું હતું કે ફાઇનલમાં પહોંચેલી પાકિસ્તાની ટીમ ફાઇનલ મેચ માટે ભારતની રાહ જોઈ રહી છે.
જોકે, ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ ભારતીય ચાહકોની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. ભારતીય બોલરો સંપૂર્ણપણે લાચાર દેખાતા હતા. અર્શદીપ સિંહ અને અક્ષર પટેલ જેવા યુવા બોલરોની સાથે ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને આર અશ્વિનનો અનુભવ પણ આ મેચમાં નિષ્ફળ ગયો.