સામાન્ય રીતે તમે વિચાર કરો કે જો તમારી કારમાં એકસાથે ઘણી બધી મધમાખીઓ આવી જાય તો તમે અવશ્ય નવાઈ પામશો. હા, નવાઈ પામવું એકદમ સ્વભાવિક છે કારણ કે દરેકને મધમાખીના ડંખથી ડર લાગે છે. પરંતુ જો તમારી ગાડીમાં એક, બે કે દસ મધમાખીઓ નહીં પણ 15 હજાર મધમાખી એક સાથે આવી જાય તો તમારી સ્થિતિ કેવી હશે? આ એક એવો વિચાર છે, જેના વિશે વિચારતા જ ડર લાગે છે. આવી જ એક ઘટના તાજેતરમાં ન્યૂ મેક્સિકોના એક વ્યક્તિ સાથે બની છે, જે સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થવા લાગી છે.
ન્યૂ મેક્સિકોના આલ્બર્ટસન લાસ ક્રુસિસમાં શોપિંગ માટે ખરીદી કરવા ગયો હતો. જોકે તે 10 મિનિટ કાર મૂકીને દુકાનમાં ગયો, પરંતુ આ 10 મિનિટમાં કંઈક એવું થયું કે તેણે કલ્પના પણ કરી નહોતી. ગરમીને લીધે વ્યક્તિએ પોતાની કારનો કાચ ખુલ્લો છોડી દીધો હતો. જ્યારે તે સામાન લઈને પાછો ગયો, ત્યારે તેણે ખરીદેલો માલ કારની પાછળ મૂકી અને ડ્રાઇવરની સીટ પર બેસી ગયો. ત્યાં સુધી તે વ્યક્તિને કારમાં કંઇ અજુગતું લાગ્યું નહીં પરંતુ જ્યારે તે થોડેક દૂર ગયો, ત્યારે મધમાખીઓ તેની નજીક આવવા લાગી અને તેણે ફરીને જોયું તો તે સ્તબ્ધ થઈ ગયો હતો.
આ વ્યક્તિએ તેની કારની પાછળની સીટ પર હજારો મધમાખીઓ ઉડતા જોઈ હતી. આવામાં તેણે મોડુ ન કર્યું અને તરત જ કાર રોકી અને બહાર આવી ગયો. આવામાં તે સમજી શક્યો નહીં કે તેને શું કરવું જોઈએ, તેથી તેણે 911 પર ફોન કર્યો અને પોલીસે આ વ્યક્તિનો ફોન લાસ ક્રુઝ ફાયર વિભાગને ટ્રાન્સફર કર્યો હતો.
તેના ડિપાર્ટમેન્ટમાં જેસી જોહ્ન્સન નામનો ફાયર ફાઇટર હતો. જોકે જોન્સન તે દિવસે રજા પર હોવા છતાં, તેણે આ કાર્ય હાથ ધરવાનું નક્કી કર્યું. સુરક્ષા સાથે જોડાયેલી દરેક બાબતો સાથે તે ત્યાં પહોંચ્યો હતો. જોહ્ન્સનને અડધા કલાકમાં તેના બોક્સમાં મધમાખીઓ ભરી દીધી હતી અને તેણે કહ્યું કે તે આ કામ 10 મિનિટમાં પણ કરી શકતો હતો પરંતુ તે તેને નુકસાન પહોંચાડવા માંગતો નથી. લોકો જોન્સનના કામની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. જોહ્ન્સનને મધમાખીઓને નુકસાન પહોંચાડયા વિના કારમાંથી દૂર કરી હતી.