જાણો કેમ કોરોનાથી બચવા માટે પહેરવામાં આવે છે ડબલ માસ્ક?

દુનિયામાં કોરોનાની મહામારી તીવ્ર ગતિથી આગળ વધી રહી છે. લોકોમાં પણ આ બીમારીનો ભય જોવા મળી રહ્યો છે. નિષ્ણાતો શરૂઆતથી જ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતા રાખવાનું કહી રહ્યા છે. હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે, નિષ્ણાતો બે માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધારે ઘાતક છે. મહારાષ્ટ્ર પછી આ ઘાતક વાયરસે બીજા રાજ્યોને પણ શિકાર બનાવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ઈન્ટરનલ મેડિસિન વિભાગના ડિરેક્ટર ડૉક્ટર રોમેલ ટીકૂએ જણાવ્યું કે, દરેક વ્યક્તિ એક સર્જીકલ અને એક કપડાંનું અથવા બે કપડાંનું માસ્ક પહેરી શકે છે. જો કે, N95 ના કેસમાં બે માસ્ક પહેરવાની જરૂ નથી. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિ ભીડવાળી જગ્યા પર જાય છે, જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ શક્ય નથી તો તેને ડબલ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઘણા માસ્ક યોગ્ય રીતે ફિટ હોતા નથી. તેવામાં ડબલ માસ્ક સંક્રમિત વ્યક્તિના માસ્કમાંથી નીકળેલ ડ્રોપલેટ્સ તમારી પાસે આવવાનું જોખમ ઓછું કરી દે છે. મહારાષ્ટ્ર કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉક્ટર શશાંક જોશી કહે છે કે, બે માસ્ક પહેરવું અને ગાંઠ લગાવી તે વાયરસ પ્રસરવાનું રોકવાની કેટલીક રીત છે. કારણ કે તે માસ્કનું ટાઈટ ફીટીંગ નક્કી કરે છે.

ટીઓઆઈ પ્રમાણે, કર્ણાટક કોવિડ ટેકનિકલ એક્સપર્ટ કમિટીમાં વાયરોલોજિસ્ટ ડોક્ટર વી રવિ જણાવે છે કે, એવો કોઈ સાયન્ટિફિક અભ્યાસ નથી જે આ સાબિત કરી શકે કે ડબલ માસ્ક સુરક્ષિત છે. N95 અને ત્રણ પરત વાળા માસ્કનો યોગ્ય ઉપયોગ સુરક્ષા આપે છે.

Scroll to Top