લગભગ બધાજ લોકો આ તસવીર માં ઘણું બધું શોધવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેઓ તેમાં નિષ્ફળ નીવડે છે.પહેલી નજરે તો તમને આ ફોટોગ્રાફમાં માત્ર સફેદ અને કાળી ઉભી લાઈનો જ દેખાશે.
આ ઈમેજ માં ખરેખર તો એક પ્રાણી છૂપાયેલું છે.પહેલી નજરે તેને શોધવું મુશ્કેલ નહીં, લગભગ અશક્ય જ છે.આ ઈમેજને ન્યૂઝીલેન્ડના નેનોટેક એન્જિનિયર મિશેલ ડિકિન્સને બનાવી છે.
મિશેલે આ ફોટો ટ્વીટ કર્યો તેના થોડા જ સમયમાં તે વાયરલ થઈ ગયો હતો.જો તમે આ ફોટાને પોતાના કમ્પ્યુટર કે પછી ફોનમાં જોઈ રહ્યા હશો, તો તેમાં છૂપાયેલા પ્રાણીને શોધવા તમારે પણ થોડી મહેનત કરવી પડશે
અગાઉ જણાવ્યું તેમ, આ ફોટામાં પહેલી નજે તો તમને માત્ર ઉભી લાઈનો જ દેખાશે.તમે તમારા ફોનને કે પછી મોબાઈલને હલાવશો.ત્યારે તમને આ લાઈનોની વચ્ચે છૂપાયેલું પ્રાણી દેખાશે.તે કયું પ્રાણી છે તે સમજવા તમારે થોડું મગજ ચલાવવું પડશે.જો તમને તેમાં પ્રાણી જેવો આકાર દેખાયો હોય પરંતુ તે કયુ પ્રાણી છે તે ખબર નહિ હોય.
આ જાણવા માટે તમારે થોડું વધુ દિમાગ વાપરવું પડશે જેથી તમે કયું પ્રાણી છે શોધી શકો અંતે અમે તમને બતાવી દઈએ તો જાણી લો કે તેમાં એક બિલાડી છૂપાયેલી છે.