તમે બધા જાણતા હશો કે સામાન્ય રસ્તો હોય કે રાજ્યનો ધોરીમાર્ગ હોય… આ રસ્તાઓ પરની લાઇનોએ તમારું ધ્યાન ખેંચ્યું હશે! આ રેખાઓ પીળા રંગની અને કેટલીક જગ્યાએ સફેદ રંગની હોય છે પંરતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ લાઇનોનો આખરે અર્થ શું હોય છે? જો ના, તો આજના આ લેખમાં અમે તમને તેની પાછળનું કારણ જણાવવા જઈ રહ્યા છીએ.
સીધી સફેદ લીટીનો અર્થ શું છે: રોડ પરની સફેદ લાઇનનો અર્થ એ છે કે તમારે તે લેનમાં ચાલવું જોઈએ, જેના પર તમે ચાલો છો. આવામાં જો તમે બીજી લેનમાં જશો તો ક્રેશ થવાની સંભાવના છે. આ સિવાય જો રસ્તા પર સફેદ લીટીઓ ત્રૂટક માં હોય તો તેનો અર્થ એ છે કે તમે લેન બદલી શકો છો પરંતુ આમ કરતી વખતે સાવધાની રાખવી મહત્વપૂર્ણ છે.
સીધી પીળી લાઇનનો અર્થ શું છે: તમે રસ્તા પર સીધી પીળી લાઇન પણ જુઓ છો. આનો અર્થ એ છે કે તમે અન્ય વાહનોને આગળ નીકળી શકો છો, પરંતુ પીળી લાઇનથી આગળ વધશો નહીં. જો કે, તેનો અર્થ એક રાજ્યથી બીજા રાજ્યમાં પ્રવેશ દરમિયાન થાય છે.
જો બે સીધી પીળી લીટીઓ હોય તો તેનો અર્થ શું છે? જો રસ્તા પર બે પીળી લીટીઓ બનાવવામાં આવી છે તો તેનો અર્થ એ છે કે તમે ફક્ત તમારી લેનમાં જ ચાલશો. જો તમે ત્રૂટક પીળી લીટી જુવો છો તો તેનો અર્થ એ કે તમને તૂટેલી પીળી લાઇનથી પસાર થવાની મંજૂરી છે પરંતુ આ સમય દરમિયાન તમારે સાવચેત રહેવું પડશે. આનો અર્થ એ કે પાછળથી આવતા વાહનોની સંભાળ લેવી પડશે.
ત્રૂટક પીળી લાઇન સાથે સીધી પીળી લાઇન: ઘણા રસ્તાઓ પર, તમે જોયું જ હશે કે રસ્તાની વચ્ચે સીધી પીળી લાઇનની સમાંતર ત્રૂટક પીળી લાઇન હોય છે. આનો અર્થ એ છે કે જો તમે ત્રૂટક પીળી લાઇન તરફ વાહન ચલાવતા હો તો તમે આગળ નીકળી શકો છો, પરંતુ જો તમે સીધી પીળી લાઇન પર છો તો તમે આગળ નીકળી શકતા નથી.