શું તમે પણ પિરિયડ્સ પાછળ લેવા માટે કરો છો ગોળીઓ નો ઉપયોગ તો ખાસ જાણીલો આ વાત થાય છે આટલું નુકશાન.

અત્યારે હવે લગભગ મોટા ભાગ ની મહિલાઓ પોતાના પિરિયડ્સ પાછળ લેવા માટે ગોળીઓ નો ઉપયોગ કરતી હોય છે પરંતુ તેઓને એ નથી ખબર કે આ તમારા માટે ખુબજ હાનિકારક સાબિત થઈ શકે છે.તમારી સાથે પણ ક્યારેકને ક્યારેક તો એવું થયું જ હશે કે જ્યારે તમારે ફ્રેન્ડના લગ્નમાં કે પછી ઘરે કોઈ પ્રસંગ હોય અથવા તો પછી વેકેશન પર જવાનું હોય અને ત્યારે જ પિરિયડ્સની તારીખ હોય.આ સમયે તેને પાછળ ઠેલાવવા માટે તમે કોઈપણ પ્રકારની દવાનું સેવન કર્યું હશે.આ દવા લેવી આમ તો સરળ છે પરંતુ તેના સાઈડ ઈફેક્ટ્સ પણ વધારે હોય છે.માટેજ આજે અમે તમને આ વિશેની વાત વિગતમાં જણાવીશું ખાસ કરીને આવી માહિતી દરેક મહિલાઓ માટે ખુબજ સારી સાબિત થઈ શકે છે.સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે આજના અનિયમિત ખોરાક ને ચલતે દરેક મહિલાને પિરિયડ્સ તારીખ તો અલગ હોય છે જ પરંતુ હવે તો ખાસ મહિલાને પોતાની તારીખ કરતાં પણ અલગ તારીખ દર વખતે જોવા મળતી હોય છે આનું કારણ અનિયમિત ખોરાક છે જોકે અત્યારે તમને આ નોર્મલ વાત લાગતી હશે પરંતુ પેહલાં આવું હતું નહીં.પિરિયડ્સ લેટ કરતી દવાથી મેન્સ્ટ્રુઅલ સાઈકલને અસર થાય છે.જો તમે વધારે પડતી આવી દવા લેતા હો તો પ્રેગ્નેન્સીમાં પણ તકલીફ થઈ શકે છે.પીરિયડ્સ સાઈકલ પણ બગડી જાય છે જેનાથી તે સમય પહેલા અથવા મોડું આવે છે.માટે ખાસ તમારે આ બાબત નું ધ્યાન રાખવું જોઈએ.ખાસ મહિલાઓ ને સંદેશ છે કે તમારે કોઈપણ સંજોગોમાં આવી ગોળીઓ નું સેવન કારવુજના જોઈએ કારણ કે આના ઘેરફાયદા ઘણા બધા છે જે આગળ તમે જોશો.પિરિયડ્સની તારીખ પાછળ જાય તે માટે દવા ખાતા હો તો તેનાથી ગંભીર રોગ થવાનો ખતરો પણ વધી જાય છે.તેમાંથી જ એક બીમારી છે ડીવીટી એટલે કે ડીપ વેન થ્રોમ્બોસિસ જેમાં લોહીમાં બ્લડ ક્લોટ થઈ જાય છે.

આ બ્લડ ક્લોટ જો હૃદય કે પછી મગજ સુધી પહોંચી જાય તો જીવ પણ જઈ શકે છે.એટેલ કે તમારી આ ગોળી તમને મોત ને ઘાટે પણ ઉતારી શકે છે માટે ખાસ આ વાત થી સાવધાન રહેવું જોઈએ.જોકે હાલમાં મહિલાઓ આ બાબત ની ચિંતા કર્યા વગર બસ પોતાનાં ફંક્શન અને પ્રોગ્રામ સાચવવા માટે પણ આ ગોળી ઓ લઈ લેતા હોય છે જોકે હવે તો તમને ખબર પડીજ હશે આ ગોળી કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે.20 ટકા મહિલાઓને પિરિયડ્સ લેટ કરવા માટે દવા લીધા બાદ વધારે બ્લીડિંગ થવા લાગે છે અને આવું મહિનાઓ સુધી યથાવત્ રહે છે.તેવામા પિરિયડ્સને લેટ કરવા માટે ગોળી ખાતા પહેલા બે વખત નહીં પરંતુ 100 વખત જરૂરથી વિચારવું.કારણ કે ઘણી વખતે એવું પણ બનીશેક છે કે તમને અસહ્ય દુખાવો પણ અનુભવવો પડી શકે છે માટે તમારે તમામ વાતો નું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top