કહેવાય છે કે જ્યારે આપણે કોઈના પ્રેમમાં હોઈએ છીએ, તો તે આપણા જીવનનો ખુબસુરત અહેસાસ હોય છે. ત્યારે આપણે આપણી આજુબાજુની દરેક વસ્તુઓ સારી જ લાગી છે પછી તે ભલે ગમે તે હોય, પરંતુ આપણે આપણા પ્રેમમાં જ ખોવાયેલા રહીએ છીએ. પરંતુ જો તમે કોઈની સાથે એકતરફી પ્રેમમાં છો, તો તમારે સાવધન રહેવાની જરૂર છે, કારણ કે એકતરફી પ્રેમ કરવો એ જોખમી પણ હોઈ શકે છે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે જે લોકો એકતરફી પ્રેમમાં પડે છે તેમના હાથમાં હંમેશા નિરાશા અને હતાશા જ મળે છે, જેના કારણે તેમના જીવનમાં તણાવ આવી શકે છે. તેથી તમારે તેને ટાળવાની જરૂર છે.
ઘણા આવા એકતરફી પ્રેમીઓને પાગલ પણ કહે છે. પણ એક તરફી પ્રેમમાં પાગલ થવું પણ લાઝમી છે. એમને જરૂર છે એમના એકતરફી પ્રેમને સંબંધમાં બદલવાની. અને એ પ્રેમને સંબંધમાં બદલવા માટેના તમામ પ્રયત્નો એકતરફી પ્રેમ કરનારા કરતા જ રહે છે, પરંતુ મોટાભાગે એકતરફી પ્રેમમાં નિષ્ફળતા જ હાથ લાગે છે.
આપણે સારા મિત્ર છીએ
જ્યારે આપણે કોઈની સાથે એકતરફી પ્રેમમાં પડી જઈએ છીએ, તો ક્યારે ને ક્યારે આપણે તે તક ની રાહ જોતા રહીએ છીએ જયારે આપણે આપણા પ્રેમને વ્યક્ત કરી શકીએ. પરંતુ જો તમને તમારા દિલની વાત કર્યા પછી જો તેમને એવું સાંભળવા મળે કે આપણે મિત્રો છીએ. તો તમારે સમજી જવું જોઈએ કે તે એ કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે તમને પ્રેમ કરતા નથી. આવી સ્થિતિમાં તમારે એકલા સમય પસાર કરવાને બદલે તમારા જીવનમાં આગળ વધવું જોઈએ.
ધ્યાન ન આપવું
જ્યારે આપણે કોઈને એકતરફી પ્રેમ કરીએ છીએ, તો ક્યારેકને ક્યારેક સામે વાળી વ્યક્તિને પણ તે અહેસાસ થઇ જાય છે કે કોઈ તેમને એકતરફી પ્રેમ કરે છે. કારણ કે તેને પ્રેમ કરનાર વ્યક્તિ હંમેશા તેમની જરૂરિયાતો પૂરી કરવામાં, તેમની સાથે સમય પસાર કરવાના વિશે વિચારતા રહે છે. પરંતુ આ હોવા છતાં જો સામેની વ્યક્તિ તમારી તરફ ધ્યાન આપી રહી નથી, તો તમારે તે સમજવું જોઈએ કે તે વ્યક્તિ તમને પ્રેમ કરતી નથી.
કૉલ-મેસેજ નો જવાબ ન આપવો
જેમની આસપાસ તમે રહો છો, મોટાભાગે તેમના પ્રત્યે પ્રેમનું આક્રર્ષણ થતું હોય છે. જ્યારે તમે તેમની સાથે વાત કરવા માટે તેમને કૉલ કરો છો અથવા પછી તમે તેમની સાથે મેસેજ પર વાત કરવાની કોશિશ કરો છો, પરંતુ સામે વાળી વ્યકતિ તરફથી કોઈ જવાબ આવી રહ્યો નથી તો તે ઈશારો છે કે તે તમારામાં કોઈ ઇન્ટ્રેસ લઇ રહ્યા નથી. તેથી તમારે પણ ત્યાંથી આગળ વધી જવું જોઈએ.
આ માટે થઇ જાય છે જીવલેણ જિંદગી
જ્યારે આપણે કોઈની સાથે એકતરફી પ્રેમ કરીએ છીએ, અને તેમની તરફથી આપણે કોઈ જવાબ મળી રહ્યો નથી, એટલે કે, તેમને તમારી સાથે કોઈ પ્રેમ નથી, તો તે વ્યક્તિ ઘણો દુઃખી થઈ જાય છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો એકલતાને દૂર કરવા માટે દારૂ જેવી વસ્તુઓનો આશરો લે છે, જે આપણું જીવન બરબાદ કરવા માટે પૂરતું છે. તેથી, આપણે આ વસ્તુઓથી બચીને જીવનમાં આગળ વધવું જોઈએ.