ક્રિકેટર શુભમન ગિલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 3 મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં એવી શાનદાર ઓપનિંગ કરી છે કે દરેક વ્યક્તિ તેના પ્રશંસક બની ગયા છે. ગિલે 149 બોલમાં બેવડી સદી ફટકારી હતી અને 208 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ શું તમે જાણો છો કે ક્રિકેટના મેદાન પર બેટિંગ કરતા આ ફેમસ ક્રિકેટરનું દિલ બે સુંદર મહિલાઓ પર પડી ગયું છે. આ બે સુંદરીઓમાંથી એક સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન છે અને બીજી સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર છે. જાણો શુભમન ગિલના પ્રેમ સંબંધ વિશે.
સારા અલી ખાન સાથેના અફેર પર આ વાત કહી હતી
23 વર્ષીય શુભમન ગિલ ઘણી વખત સારા અલી ખાન સાથે જોવા મળ્યો છે. જે બાદ અફેરના સમાચારોએ જોર પકડ્યું હતું.પરંતુ એક ટોક શોમાં સારા અને તેમના લિંકઅપના સમાચાર પર શુભમને એવી વાત કહી હતી કે આ અફવાઓએ વધુ જોર પકડ્યું હતું. ટોક શોમાં જ્યારે શુભમન ગિલને પૂછવામાં આવ્યું કે તે સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે કે નહીં? જવાબમાં ક્રિકેટરે કહ્યું- બની શકે…
સારા સાથેના ફોટા વાયરલ થયા હતા
શુભમનના આ નિવેદન વચ્ચે સારા અલી ખાન સાથે ક્રિકેટરની તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરોમાં ક્યારેક આ બંને સ્ટાર્સ દુબઈ 2022માં સાથે ડિનર કરતા જોવા મળ્યા હતા તો ક્યારેક જયપુર એરપોર્ટ પર બંને સાથે જોવા મળ્યા હતા.
સારા તેંડુલકર સાથે પણ નામ જોડાયેલું છે
સારા અલી ખાન સાથે શુભમન ગિલના અફેરના અહેવાલો આવ્યા હતા, ત્યારે તેનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે પણ જોડવામાં આવ્યું હતું. જોકે, સારા તેંડુલકર અને શુભમનના અફેર વિશે કંઈપણ કન્ફર્મ કરવામાં આવ્યું નથી.