ભાજપ ના કદાવર નેતા અને આયર્ન મહિલા ના નામ થી જાણીતા સુષ્મા સ્વરાજજી તેઓ એ સૌ ના દિલ માં પોતાની એક અલગ છબી બનાવી હતી.
ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજ હવે આ દુનિયામાં નથી. મંગળવાર રાત્રે તેમણે 67 વર્ષની ઉંમરે છેલ્લાં શ્વાસ લીધા હતા.
તેમના નિધન બાદથી તેમના પ્રશંસકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેમના માટે ભાવુક સંદેશ લખી રહ્યા છે.
સુષ્મા સ્વરાજના નિધન બાદ ભાવુક ટ્વિટ કરનાર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ હવે એક બ્લોગ લખ્યો છે. સ્મૃતિએ પોતાના બ્લોગમાં લખ્યું છે.
કે કેવી રીતે સુષ્મા સ્વરાજ તેમને મજબૂત થવા અને લોકોની સામે આંસુ નહીં દેખાડવાની શીખ આપતા હતા.વધુ માં તે કહે છે સુષ્માજી એ તેમને ઘણું રાજનીતિક જ્ઞાન પણ આપ્યું હતું.
સ્મૃતિ ઈરાની ના જીવન0 માં સુષ્મા જી માટે એક અલગ જ સ્તર છે.સ્મૃતિઈરાની તેઓ ને ગુરુ સમાન માનતા હતા.
તેમણે એમ પણ કહ્યું કે તેઓ 14મી ફેબ્રુઆરીના રોજ પતિ જુબિન સિવાય માત્ર સુષ્મા સ્વરાજને જ ફૂલ આપતા હતા.
સ્મૃતિએ પોતાના ભાવુક બ્લોગમાં લખ્યું કે સુષ્માજી તમે ઉપર મારા માટે જગ્યા રાખજો. હું જ્યારે હવે તમને જોઇશ.
તો તમારી સાથે વિતાવેલ ક્ષણે ક્ષણ મને ખુબ યાદ આવશે તમારી સાથે કરેલી બધી ચર્ચા મને ખુબજ યાદ આવશે અને તે દરેક ક્ષણ મને રડાવી દેશે.
જાણો સ્મૃતિ ઇરાનીએ તેમના બ્લોગમાં શું લખ્યુંહતું
સ્મૃતિ ઈરાની એ અમેઠીમાં ભાજપ કાર્યકર્તા સુરેન્દ્ર સિંહની હત્યા બાદની સ્થિતિનો ઉલ્લેખ કર્યો છે જ્યારે આ ઘટના પર તેમની સુષ્મા સ્વરાજ સાથે વાત થઇ હતી.
સ્મૃતિ ઇરાનીએ લખ્યું છે તેમને મારા લીધે મારી નાંખ્યા..હું ટેલીફોન પર રડી રહી હતી.
સુષ્માજીના મૌને મને બોલવાનો સંયમ આપ્યો. જેવી જ અમેઠીમાં સુરેન્દ્ર સિંહની હત્યાના સમાચાર આવ્યા, ફોનની ઘંટડી બંધ થતી નહોતી.
હું બસ ઇચ્છતી હતી કે મને એકલી છોડી દેવામાં આવે, જેથી કરીને હું સ્પષ્ટ રીતે વિચારી શકું અને દુ:ખને દૂર કરવામાં મદદ કરનાર એકમાત્ર વસ્તુ તેમનો અવાજ હતો.
તેમના અવાજ માં પણ એક અનોખો જાદુ છે જરૂરત પડે ત્યારે મને હિંમત આપે છે તે દુઃખ માં પણ હંમેશા નારી સાથે રહે છે અને સુખમાં પણ તે સાથેજ હોઈ છે.
વધુ માં સ્મૃતિ ઈરાની જણાવે છે કે
સુષ્માજી એ મને ધીરેથી કહ્યું કે લોકોને એ ના જોવા દે કે તું રડી રહી છે, તેનાથી લોકોને લાગશે કે તું કમજોર છે.
મેં તેમને કહ્યું કે હું પગ બહાર મૂકું તે પહેલાં મારે આ દર્દમાંથી બહાર નીકળવાનું છે. તેમણે (સુષ્મા સ્વરાજ) મને કહ્યું કે જે રીતે આ દર્દમાંથી બહાર નીકળવું હોય તે રીતે નીકળ,પરંતુ કયારેય કોઇની સામે આંસુ દેખાડવા જોઇએ નહીં.
એક મહિલા સાંસદે કયારેય નીચા દેખાવું જોઇએ નહીં, આ રીતે મેં દીદીને શ્રદ્ધાંજલિ આપી દીધી તેમને શ્રદ્ધાંજલિ આપતા અંતિમ સમયે લોકોની સામે મારા આંસુ આવ્યા નથી.
હું પોતાને ક્રૂર સમજી, જ્યારે મેં એમ્સના ઇમરજન્સી વોર્ડમાં બાંસુરી ને જોઇ. મેં તેમને કહ્યું કે તમે રડી ના શકો, તમે તેમની દીકરી છો અને હકીકતમાં તેમની દીકરી એવી જ છે.
જેવા અમે છેલ્લી વખત સુષ્મા સ્વરાજને હોસ્પિટલથી ઘરે લઇ જવાની તૈયારી કરતા હતા ત્યારે હોસ્પિટલમાંથી નીકળતા બાંસુરીએ મને કહ્યું કે મમ્મી એ મને કહ્યું હતું કે સ્મૃતિ અને મારે લંચ માટે જવાનું છે અને તેમના માટે એક સારી રેસ્ટોરાં શોધી લો.
અંતમાં મારા ટેબલને પસંદ કર્યું…પરંતુ હવે ખાવાના મેજ પર તે અમને વધુ ખાવા માટે ટોકશે નહીં.આવા દર્દ ભર્યા શબ્દો જ્યારે જ્યારે યાદ આવશે ત્યારે ત્યારે રડાવી ને જ જશે.
સૌથી લોકપ્રિય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને કેટલાંય લોકોએ એક સૌમ્ય, મમતા છબીવાળા તરીકે જોયા છે. મારા માટે તેઓ એક વેલેન્ટાઇન હતા. તેઓ 14મી ફેબ્રુઆરીના રોજ જન્મયા હતા અને દર વર્ષે હું તેમને ફૂલ મોકલતી હતી અને શુભેચ્ઠા પાઠવવા માટે ફોન કરતી હતી.
હું તેમને કહેતી હતી કે દીદી જુબિન સિવાય તમે એક જ એવા વ્યક્તિ છો જેમને હું આ દિવસે ફૂલ આપું છું. તેઓ હસતા હતા.
અને કહેતા હતા કે હું સત્તાવાર રીતે તમારી વધુ એક વેલેન્ટાઇન છું.માટેજ હું તકમને આ અર્પણ કરું છું
સૂવા માટે જવાનું અને મજબૂત થઇના પાછા આવવાના કેટલાંય કિસ્સા છે જે તેમની સાથેની મારી યાત્રા અંગે આજે હું શેર કરી શકું છું.
પરંતુ મને એ વાતનું પણ ધ્યાન છે કે હવે જ્યારે મને કોઇ મુશ્કેલી પડશે તો તમે સાથે નહીં હોય.વિદાય દીદી, સ્વર્ગ તમારી ઉપસ્થિતિથી વધુ સમૃદ્ધ થઇ જશે.
તમને બધા લોકો ખૂબ મિસ કરશે. દેશ જ નહીં દુનિયાના પણ લોકો તમને મિસ કરશે. ઉપર તમારી બાજુમાં મારા માટે જગ્યા રાખજો.
આખરે જ્યારે હું તમને નેકસ્ટ ટાઇમ મળું તો તમારી સાથે ખૂબ બધી વાતો કરીશ.
આવી ચીર વિદાય બાદ સ્મૃતિ ઈરાની પોતાની આંખ માંથી આંશુ રોકી શક્યા નહી અને થ્રુશકે ને થ્રુશકે રડી પડ્યા.આવી દુઃખદ હતી સુષ્મા સ્વરાજ ની વિદાય આપણે સૌ તેમને ક્યારે નહી ભૂલી શકીએ.