આવી ધાક હતી સુષ્મા સ્વરાજ ની પાક ની ધરતી પર આપ્યો હતો આવો જડબાતોડ જવાબ….

આજે સમગ્ર દેશ માટે ખુબજ માઠા સમાચાર છે જે તમે જાણ્યાં જ હશે પરંતુ શું તમે જાણો છો કે સુષ્મા સ્વરાજ આ નામ બધુજ દર્શાવી દે છે.

ભલભલા નેતા ઓ ને પણ માત આપી હતી તેવા પ્રખર વક્તા તથા ભાજપના કુશળ કદાવર નેતા.

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ હવે આપણી વચ્ચે નથી રહ્યા.સ્વરાજને તેમની સૌમ્ય મુદ્રા સાથે સાથે વિલક્ષણ વાક્પટુતા અને ચોંકાવનારી હાજરજવાબી માટે પણ ઓળખવામાં પણ આવતા હતા.

આજે લોકો સોશિયલ મીડિયા પર તેમના ઐતિહાસિક ભાષણો અને ઈન્ટરવ્યુના વીડિયો શેર કરીને તેમને યાદ કરી રહ્યા છે. આવો જ એક વીડિયો કારગિલ યુદ્ધ પછીનો છે.

તેમાં સુષમા સ્વરાજ પાકિસ્તાનની ધરતી પર જ ત્યાંની એક ચેનલ સાથેના ઈન્ટરવ્યુમાં પાકિસ્તાનના શાસકોને તેમના વલણ માટે જડબાતોડ જવાબ આપ્યો હતો.

આ ઈન્ટરવ્યુને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યા છે.આ ઇન્ટરવ્યૂ ખરેખર ખુબજ રસપ્રદ છે.

આ વીડિયો માં સુષ્મા જી ખૂબ નીડરતા થઈ પોતાનો પક્ષ રજૂ કરે છે અને સંપૂર્ણ ભાષણ ખુબજ ગર્વસાડી છે.સુષમા સ્વરાજે પોતે આ વીડિયોને ટ્વીટર પર 19 ઓક્ટોબર 2013ના રોજ શેર કર્યો હતો.

આ વીડિયોમાં સુષમાએ 8 માર્ચ 2002ના રોજ પાકિસ્તાનની ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આતંકવાદ, કારગિલ યુદ્ધ અને સીઝફાયર ઉલ્લંઘન સહિત અનેક મુદ્દાને લઈને પાકિસ્તાનને બરાબર સંભળાવ્યુ હતુ.

સુષ્મા સ્વરાજ પહેલાથી જ પાકિસ્તાન વિરુદ્ધ પોતાનો પક્ષ એવી રીતે રજૂ કરતા હતા કે ભલભલા વક્તા પણ તેમની સામે પાણી કમ થઈ જતા.

નીડર અને જડબાતોડ જવાબ આપવા માં માહિર સુષ્મા સ્વરાજ ના આ વીડિયોમાં એક જગ્યાએ એન્કરે તેમને પૂછ્યું કે ભારત શાંતિની વાત કરે છે.

તે સીમા પર ફોજ કેમ તૈનાત કરે છે ત્યારે સુષમા સ્વરાજે તરત જ જવાબ આપ્યો,આનો જવાબ તો તમારે તમારા વડા પ્રધાનને પૂછવો જોઈએ. સુષમા ટોન્ટ મારતા એમ પણ કહે છે.

જ્યારે શાંતિની પહેલ કર્યા બાદ કારગિલ યુદ્ધ જેવી ભેટ મળે તો આવુ કરવુ જ પડે છે. જ્યારે તમે અમન ની વાત કરો છો છતાં પણ અમને ભેટ માં આતંકવાદ આપો છો.

તો અમારે જવાન તૈનાત તો કારવાજ પડે ને અમન ના નામે જુઠ્ઠાણા કરો છો.

સશક્ત નીડર સુષમાએ પોતાના ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું કે કોઈપણ દેશ સીમા પર પોતાના જવાનોને તૈનાત નથી કરવા માંગતો. ઘણીવાર સ્થિતિ એટલી વિપરીત હોય છે કે આવુ કરવુ પડે છે.

તેમણે જણાવ્યું કે આવું કેમ કરવુ પડે છે. તેમણે જણાવ્યું કે આવું કેમ કરવુ પડે છે તે તમારે તમારા સત્તાધીશોને પૂછવું જોઈએ. તે જ વધુ સારી રીતે જણાવશે કે સીમા પર કેવી સ્થિતિ છે.

અમુક વાર પડોશી ઓ પોતાની હદ માંથી બહાર નીકળી જાય છે અને પોતાની વિચિત્ર તથા આંતક ને પ્રોત્સાહન આપતી કરતૂતો કરે છે.તેનાથી કંટાળીને જ સરહદ પર જવાન તૈનાત કરવા માં આવે છે.

આગળ વાત કરીએ તો જ્યારે એન્કરે સુષમાને પૂછ્યું કે આ પરિસ્થિતિનો ઉકેલ શું છે ત્યારે સુષમાએ જવાબ આપ્યો,

જ્યારે જમીન પર બદલાવ દેખાશે. અને ફક્ત વાતચીતની જગ્યાએ વાસ્તવમાં એવુ લાગશે કે અહીં પરિસ્થિતિ બદલાઈ છે તો આનો ઉકેલ મળશે.

એન્કરે સવાલ કર્યો કે બંને દેશ એકબીજાને જવાબદાર ઠેરવશે તો કોણ નક્કી કરશે કે કોણ સાચુ અને કોણ ખોટુ? કેમ ન ત્રીજાને જજ બનાવવામાં આવે.

સુષમાએ તરત જ એન્કને ટોકતા કહ્યું,બિલકુલ નહિ. બંને દેશોએ પહેલા જ નક્કી કર્યું છે કે આ સારુ પણ છે.

કારણ કે કોઈ ત્રીજી વ્યક્તિ આવશે તો તે ચૌધરી બનવાની કોશિશ કરશે. તેનાથી મામલો સૂલઝવાને બદલે ઉલઝશે.થોડો સમય લાગી શકે છે પરંતુ આ મામલાને બંને દેશોએ બેસીને જ સૂલઝાવવો પડશે.

બંને ના નિર્ણય વગર આ શક્ય નથી ગમેતે એક નિર્ણય લેશે તો બીજાને તેનો વાંધો ઉઠસેજ માટે બંને સાથે મળી ને જ આ વાત પર નિર્ણય લઈ શકે.

એન્કરે જણાવ્યું કે ભારત સૌથી પહેલા પરમાણુ બોમ્બ બનાવે છે, હથિયાર ખરીદે છે અને શાંતિની વાત કરે છે, શું આ યોગ્ય છે?આનો જવાબ આપતા સુષમા કવિ રામધારી સિંહ દિનકરની કવિતા સંભળાવે છે. તેમણે કહ્યું, ક્ષમા એ સાપને શોભે છે જેની પાસે ઝેર હોય.

એવો સાપ શું ક્ષમા આપશે જેની પાસે ન તો દાંત છે, ન તો ઝેર છે, અને જે વિનીત અને સરળ છે.” મતલબ કે તમે શક્તિશાળી હશો તો લોકો તમારી વાત સાંભળશે.

આથી અમે પરમાણુ બોમ્બ બનાવ્યો તેની પાછળ નું કારણ છે કે અમારી નિષ્ઠા પર કોઈ સવાલ નહિ ઊઠાવી શકે.જો અમે દુનિયા ની સામે નબળાઈ વ્યક્ત કરીશું તો દુનિયા અમને કમજોર ગણશે.

પરંતુ અમે એ થવા નઈ દઈએ અમારા દેશ પાસે એશક્તિ છે જે અમને સમગ્ર દુનિયા માં અલગ પહેચાન આપે છે.માટે અમે આવા અવનવા હથિયારો બનાવીશું પણ અને અનુ પરીક્ષણ પણ કરીશું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top