ગોરખપુરમાં એક ચોંકવાનરી ઘટના સામે આવી છે. જેમાં 18 પોલીસે એક યુવકને છાતીમાં 22 ગોળીઓ મારી દીધી છે. જેને લઈને હાલમાં આ મામલો ઘણો ચર્ચામાં આવી રહ્યો છે. જે ગોરખપુરમાં થર્ડ ડિગ્રી ટોર્ચર બાદ પ્રોપર્ટી ડિલર મનીષ ગુપ્તાની હત્યાનો મામલો ચર્ચામાં બની રહ્યો છે. જો કે આ ઘટનામાં એક MBA ડિગ્રી ધારક યુવક નોકરીમાં જોડાવા માટે દેહરાદૂન ગયો હતો જ્યાં તેનો રસ્તો પાર કરવા બાબતે સબ-ઇન્સ્પેક્ટર સાથે દલીલ થઈ ગઈ હતી.
જેના કારણે તેનાથી ગુસ્સે ભરાયેલા સબ ઈન્સ્પેક્ટરે અન્ય પોલીસકર્મીઓ સાથે મળીને આ યુવકને ઢોળ માળ માર્યો હતો. જેના કારણે તે યુવકની હાલત ઘણી ખરાબ થઈ હતી, ત્યારે તેને જંગલમાં લઈ જઈને તેની છાતીમાં 22 ગોળીઓ મારી દીધી હતી અને પછી તેના પર ‘ગુનેગાર’ નું એન્કાઉન્ટર બતાવીને તેની ફાઈલ બંધ કરી દેવામાં આવી હતી.
આશરે 12 વર્ષ પહેલા, ઉત્તરાખંડના દેહરાદૂનમાં બનેલી આવી જ એક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. ત્યારે આ ઘટના 3 જુલાઈ 2009 ના રોજ બની હતી, જે દરમિયાન તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ દેહરાદૂન (Dehradun Encounter Case) પ્રવાસ પર જઈ રહ્યા હતા. આ માટે પોલીસે શહેરમાં વિવિધ જગ્યાએ નાકાબંધી કરી હતી. બપોરે સર્ક્યુલર રોડ ગુરુદ્વારા પાસે આરાઘર ચોકીના ઇન્ચાર્જ સબ ઇન્સ્પેક્ટર જી.ડી. ભટ્ટે મોટરસાઇકલ પર આવતા ત્રણ યુવકોને રોક્યા હતા. આ યુવકોમાંનો એક બાગપતના ખેકડા વિસ્તારનો રહેવાસી રણબીર હતો. MBA કર્યા પછી, તે પ્રથમ કંપનીમાં જોડાવા માટે દેહરાદૂન જઈ રહ્યો હતો.
જ્યારે તેણે પોલીસને રસ્તો આપવાની માંગણી કરી, ત્યારે તેણે સબ-ઇન્સ્પેક્ટર જી.ડી. ભટ્ટ સાથે દલીલ કરી હતી. ત્યારે તેનાથી ગુસ્સે ભરાયેલા સબ ઈન્સ્પેક્ટરે અન્ય પોલીસકર્મીઓ સાથે મળીને આ યુવકને ઢોળ માળ માર્યો હતો. જેના કારણે તે યુવકની હાલત ઘણી ખરાબ થઈ હતી. આને કારણે, પોલીસકર્મીઓ પોતાને ફસાઈ જવાનો ડર લાગવા લાગ્યા હતો. જેના કારણે પોલીસકર્મીઓએ આ મામલે તેને ઊંધો કેસ કરીને નવી કહાની તૈયાર કરી દીધી હતી.
તેના ભાગ રૂપે સબ-ઇન્સ્પેક્ટર જી.ડી. ભટ્ટે એક વાયરલેસ મેસેજ પ્રસારિત કર્યો હતો કે ત્રણ બદમાશો તેની સર્વિસ રિવોલ્વર છીનવીને ભાગી ગયા છે. ત્યારે બાદ 18 જેટલા પોલીસકર્મીઓ આ ઘાયલ રણબીરને કારમાં બેસાડીને લાડપુરના જંગલમાં લઈ ગયા. ત્યાં તેની છાતીમાં 22 ગોળીઓ મારી હતી. મોત બાદ ‘બદમાશ’ને એન્કાઉન્ટરમાં માર્યા ગયા હોવાનું કહેવામાં આવ્યું હતું. અને દેહરાદૂનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ તેમની બહાદુરીની પ્રશંસા પણ કરી હતી.
જયારે યુવકના પરિવાર જનોને આ વાતની ખબર પડી, ત્યારે તેઓ દેહરાદૂન આવી પહોંચ્યા હતા અને નકલી એન્કાઉન્ટરનો આરોપ લગાવીને હંગામો મચાવ્યો હતો. ત્યારે પોલીસે તેમની વાત સાંભળવાને બદલે લાઠીચાર્જ કરતા આ મામલો મીડિયા હેડલાઇન્સમાં આવી ગયો હતો. ત્યારબાદ આ પરિવાર અને મીડિયાના દબાણ હેઠળ રણબીરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે જાણ થઇ હતી કે તેનું મૃત્યુ થતા પહેલા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ત્યારબાદ પરિવારના સભ્યોની અરજી પર, સુપ્રીમ કોર્ટે કેસને ઉત્તરાખંડથી દિલ્હી ટ્રાન્સફર કર્યો. સીબીઆઈની તપાસ બાદ તીસ હજારી કોર્ટે આ નકલી એન્કાઉન્ટર કેસમાં 18 પોલીસકર્મીઓને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે, આરોપીની અપીલ પર સુનાવણી કરતી વખતે, દિલ્હી હાઇકોર્ટે વર્ષ 2018 માં 18 માંથી 11 પોલીસકર્મીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યારે 7 ની સજા ચાલુ છે.