India

12 વર્ષ પહેલા મફતમાં આપી હતી મગફળી, ભાઈ-બહેને અમેરિકાથી આવીને ચૂક્વ્યું ઉધાર

આપણે ઘણીવાર એવી ઘટનાઓ વિશે સાંભળતા હોઈએ છીએ કે આપણને મનમાં માણસાઈ પર સવાલ ઉભો થાય, ત્યારે ઘણીવાર એવી ઘટનાઓ પણ સાંભળવા મળતી હોય છે કે આપણને માણસ હોવા પર ગર્વ થાય. આવી જ એક વાત છે વર્ષ 2010ની. જયારે એક એનઆરઆઈ ભાઈ બહેનને એક મગફળી વેચનારાએ મગફળી મફતમાં આપી દીધી હતી અને હવે 10 વર્ષ પછી આ ભાઈ-બહેન અમેરિકાથી આવ્યા અને મગફળીના પૈસા આપ્યા.

વર્ષ 2010માં નેમાની પ્રણવ અને તેની બહેન સુચિતા તેમના પિતા મોહન સાથે આંધ્રપ્રદેશના યુ કોથાપલ્લી બીચ પર ફરવા ગયા હતા. જ્યાં તેમણે સત્તૈયા નામના મગફળી વેંચર પાસેથી મગફળીની ખરીદી. પણ તરત જ મોહનને અહેસાસ થયો કે તેઓ પોતાનું પાકીટ સાથે લઈને નથી આવ્યા, અને તેમની પાસે મગફળી વેચનારને આપવા માટે પૈસા નથી.

ઉધાર ચૂકવવાનું વચન આપ્યું હતું
જો કે, સત્તૈયાએ પૈસા માટે વધુ દબાણ ન કર્યું અને તેમને મફતમાં મગફળી આપી દીધી હતી. પરંતુ મોહને વચન આપ્યું કે તેઓ જલ્દી જ તેમનો ઉધાર ચૂકવી દેશે અને સત્તૈયાની તસવીર પણ ક્લિક કરી લીધી. પરંતુ તેઓ જલ્દી ઉધાર ચૂકવવાનું વચન પૂરું કરી શક્યા નહીં. કારણ કે તે એનઆરઆઈ હતા. તેણે થોડા દિવસ બાદ તેમને અમેરિકા પરત ફરવું પડ્યું.

જ્યારે તે 11 વર્ષ બાદ ભારત આવ્યા
હવે લગભગ 11 વર્ષ પછી, નેમાની પોતાની બહેન સુચિતા સાથે ભારત આવ્યા તો તેમણે એ મગફળી વેચનારને શોધીને તેનું ઉધાર ચૂકવવાનું નક્કી કર્યું. તેમના પિતા મોહન પણ મગફળી વેચનારને પૈસા પરત કરવા માટે ખૂબ ઉત્સુક હતા. તેથી તેમણે સત્તૈયાને શોધવા માટે કાકીનાડા શહેરના ધારાસભ્ય ચંદ્રશેખર રેડ્ડીની મદદ લીધી.

સત્તૈયાના પરિવારને 25 હજાર આપ્યા
મોહનની વિનંતી પછી, ધારાસભ્યએ સત્તૈયાને શોધવા માટે તરત જ ફેસબુક પર એક પોસ્ટ મૂકી, જેના પછી તેમના વતન ગામ નગુલાપલ્લીના કેટલાક લોકો ધારાસભ્યના પીએ પાસે પહોંચ્યા અને કહ્યું કે સત્તૈયા હવે આ દુનિયામાં નથી રહ્યા. એવામાં નેમાની અને સુચિતાએ તેમના પરિવારને 25,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker