ટીવી, બોલિવૂડ અને રિયાલિટી શો માં કિરદાર નિભાવી ચૂકેલા સિદ્ધાર્થ શુક્લાના નિધનના સમાચારથી ચાહકો, ઇન્ડસ્ટ્રી સાથે તેના પરિવારને મોટો આંચકો લાગ્યો છે. સિદ્ધાર્થ તેની માતાની ખૂબ નજીક હતો અને બંને ની તે અનેક પ્રસંગોએ વાત કરતો જોવા મળ્યો હતો.
આ દરમિયાન સિદ્ધાર્થના નિધન બાદ સોશિયલ મીડિયા પર અત્યંત ભાવુક થ્રોબેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે તેની માતાને ગળે લગાવીને રડતો જોવા મળે છે.વાસ્તવમાં તાજેતરમાં વાયરલ થઈ રહેલા સિદ્ધાર્થ શુક્લા અને તેની માતા રીટા શુક્લાનો વીડિયો ઘણો જૂનો છે. આ વીડિયો બિગ બોસ ૧૩ ના એપિસોડનો છે જ્યારે તેની માતા સિદ્ધાર્થ શુક્લાને મળવા બિગ બોસના ઘરે આવી હતી.
સિદ્ધાર્થે ગેટની બહારથી પોતાની માતાને જોઈ કે તરત જ તે તેના ચહેરા પર હસી પડ્યો અને તેની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ દોડ્યા અને માતાને ભેટી પડ્યા અને રડ્યા. સાથે જ તેની માતાની આંખોમાં આસું સ્પષ્ટ દેખાતા હતા.
View this post on Instagram
માતા અને પુત્રના બોન્ડિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દરેક જણ પ્રાર્થના કરી રહ્યું છે કે “ભગવાન તેની માતાને આ આઘાત સહન કરવાની શક્તિ આપે”. આ મુશ્કેલ સમયમાં ઇન્ડસ્ટ્રીથી લઈને ફેન્સ સુધી દરેક સિદ્ધાર્થના પરિવાર સાથે ઉભા જોવા મળે છે.