અભિનેતા અને બીગ બોસ વિનર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટએટેકના કારણે અવસાન થઈ ગયું છે. મુંબઈના કુપર હોસ્પિટલમાં સિદ્ધાર્થ શુક્લાના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે. જાણકારી મુજબ, અભિનેતા સિદ્ધાર્થ શુક્લાને રાત્રે સુતા પહેલા કેટલીક દવાઓ ખાધી હતી પરંતુ ત્યાર બાદ તે ઉઠી શક્યા નહોતા. હોસ્પીટલે બાદમાં જાણકારી આપી કે સિદ્ધાર્થ શુક્લાનું મોત હાર્ટએટેકના કારણે નીપજ્યું છે.
જ્યારે આ આજે સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ થઇ છે. સિદ્ધાર્થ શુક્લાની માતા રીટા શુક્લા અને ખાસ મિત્ર શહેનાઝ ગિલની રડી-રડીને હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. જ્યારે શહેનાઝ ગીલ સિદ્ધાર્થ શુક્લાની ખાસ મિત્રમાંથી એક છે.
View this post on Instagram
જયારે ‘બિગ બોસ 13’ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનો જન્મ 12 ડિસેમ્બર, 1980 ના થયો હતો. તેની સાથે સિદ્ધાર્થ શુક્લાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ ઈન્ટિરિયર ડિઝાઈનિંગમાં ગ્રેજ્યુએશન પણ કર્યું અને પછી મોડલિંગમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.
પોલીસ સૂત્રો અનુસાર, સિદ્ધાર્થ શુક્લા બુધવારના રોજ બપોરના કોઈ પ્રોજેક્ટ માટેની મીટિંગમાં પણ ગયો હતો. તે રાત્રના લગભગ 8.30 વાગ્યે પોતાના ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ સિદ્ધાર્થ જોગિંગ માટે બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં પણ ગયો અને અંદાજે 10.30 વાગ્યે તે પરત આવ્યો હતો. ત્યારબાદ તેણે આરામ કર્યો હતો.
એવું પણ જાણવા મળ્યું છે કે, સિદ્ધાર્થની માતા રીટા શુક્લાએ તેને જમવાનું અને જ્યૂસ તેમજ પાણી પણ આપ્યું હતું. પરંતુ જમતી વખતે સિદ્ધાર્થ શુક્લા દ્વારા અસહજનો અનુભવ કરાયો હતો. ત્યારે સિદ્ધાર્થ શુક્લાની માતાએ તેને સૂઈ જવા માટે કહ્યું હતું.
સવારના લગભગ 3 વાગ્યે મેડિટેશન બાદ સિદ્ધાર્થ શુક્લાની માતાએ જોયું કે સિદ્ધાર્થ સૂઈ રહ્યો છે પરંતુ કોઈ હલનચલન થઇ રહી નથી. સવારના 5 વાગ્યાની આજબાજુ રીટા શુક્લાએ પોતાની દીકરીઓને બોલાવી લીધી તે તેમની જ બિલ્ડિંગમાં રહે છે.
ત્યારબાદ સવારના લગભગ 7 થી 8 ની વચ્ચે ફેમિલી ડોક્ટર સિદ્ધાર્થના ઘરે પહોંચ્યા અને સિદ્ધાર્થને હોસ્પિટલ લઈ જવા માટેની સલાહ આપવામાં આવી હતી. જયારે 8.30 વાગ્યે એમ્બુલન્સ આવી પહોંચી અને સિદ્ધાર્થને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થ શુક્લાને અંદાજે 10.30 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ રીતે સિદ્ધાર્થ શુક્લા ફિટનેસ પ્રેમી જરૂર હતો પરંતુ મળી રહેલી માહિતી અનુસાર, ફેમિલી ડોક્ટર દ્વારા સિદ્ધાર્થ શુક્લાને વધારે વર્કઆઉટ કરવાની ના પાડવામાં આવી હતી. તેમ છતાં સિદ્ધાર્થ શુક્લા દરરોજ 3 થી 4 કલાક કસરત કરતો હતો. મૃત્યુ દરમિયાન પણ સિદ્ધાર્થ શુક્લાની સાથે તેની માતા રીટા શુક્લા અને મિત્ર શહેનાઝ ગિલ પણ હાજર રહી હતી.