ક્યારેય શરીરમાં ઘટવા ન દેતા વિટામીન-B: નહીતર મોટી મુશ્કેલીમાં મૂકાશો

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

શરીરને સ્વસ્થ રાખવા માટે અનેક પ્રકારના વિટામિન અને ખનીજતત્વોની શરીરને જરૂરિયાત હોય છે. તેમાંનું જ એક છે વિટામિન B-1, જેને થાયમિનના નામથી પણ ઓળખવામાં આવે છે. તે શરીરના કાર્બોહાઇડ્રેટને ઉર્જામાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. આ વિટામિન મેટાબોલિઝ્મ માટે જરૂરી હોય છે અને આ સાથે જ તંત્રિકા, માંસપેશીઓ અને હ્રદયને બરાબર કામ કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

આ વિટામીનની ઉણપથી ભૂખ ઓછી અને અપચો થઈ જાય છે. તંત્રિકા-તંત્ર પર પણ ખરાબ અસર પડે છે. બેરી-બેરી નામનો રોગ અને હૃદય શોથ પણ આનું જ પરિણામ છે. આ દૂધ, લોટ, અને જરબવાળા ફળની અંદરથી મળી આવે છે.

નિષ્ણાંતો કહે છે કે, વિટામિન બી-1 ની ઊણપથી બેરીબેરી રોગ થાય છે. જો કે આ રોગ મોટા ભાગે બાળકોને અસર કરે છે, પરંતુ તે પુરુષો અને સ્ત્રીઓને સમાનરૂપે અસર કરે છે. પગમાં સોજો-કળતર, સ્નાયુઓમાં દુખાવો, માનસિક મૂંઝવણ, બોલવામાં મુશ્કેલી, દ્રષ્ટિમાં તકલીફ, યાદશક્તિમાં ઘટાડો, શરીરમાં ફોલ્લીઓ વગેરે આ રોગના લક્ષણો હોઈ શકે છે. જેથી તેની પર ધ્યાન આપવાની જરૂર છે.

વિટામીન બીની ઉણપથી ભૂખ ન લાગવી, અરૂચી, થાક, ઉર્જાનો અભાવ, ચિડીયાપણું, કુપોષણના લક્ષણો વગેરે જેવી સમસ્યાઓ આવે છે. હવે જો કોઈને એમ લાગતું હોય કે, આ તો સામાન્ય સમસ્યાઓ છે તો તે ભૂલ છે. આ તમામ એક એવી સમસ્યાઓ છે કે જે તમારા જીવનને નિરસ કરી શકે છે. અને પાછી સૌથી મોટી વાત તો એ કે, આ સમસ્યાઓ બીજા કેટલાક રોગોને પણ આમંત્રણ આપી શકે છે.

હવે તો કેટલાક લોકોને પ્રશ્ન થાય કે, જો શરીરમાં વિટામીન બીની ઉણપ રહેવા જ ન દેવી હોય તો શું કરવું? તો જો હવે વિટામીન બીની ઉણપથી બચવું હોય તો, ઘઉંનો લોટ, ચોખા, દાળ, તમામ પ્રકારનું અનાજ, સોયાબીન, બદામ, કોબીજ, વટાણા, બટાકા, સંતરા, ઈંડા વગેરેનું સેવન કરવું જોઈએ. આ તમામ ખાદ્યપદાર્થોમાં ભરપૂર માત્રામાં વિટામીન બી હોય છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો