સિંધુ બોર્ડર પર યુવકની નિર્મમ હત્યાને લઈને સામે આવ્યા મોટા સમાચાર

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

સિંઘુ બોર્ડર પર ખેડૂતોના આંદોલન માટે બનેલા મંચની પાસે એક દલિત વ્યક્તિનીં હત્યાની બાબતમાં એક નિહંગે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી લીધું છે. નિહંગ સર્વજીત સિંહે દાવો કર્યો છે કે, તેમને જ હત્યા કરી હતી. પોલીસ દ્વારા નિહંગને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, તે પહેલા તેનું મેડીકલ કરાવવામાં આવશે.

સિંઘુ બોર્ડર પર ખેડૂતોના આંદોલન માટે પ્લેટફોર્મ પાસે એક દલિત વ્યક્તિની હત્યાના મામલે એક નિહાંગે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. નિહંગ સર્વજીત સિંહે દાવો કર્યો હતો કે તેણે હત્યા કરી હતી. પોલીસ શનિવારે નિહાંગને કોર્ટમાં રજૂ કરશે, તે પહેલા તેનું મેડિકલ કરવામાં આવશે.

આ મંચની પાસે દલિત વ્યક્તિ લખબીર સિંહની હત્યા કરવામાં આવી હતી, તેના મૂર્તદેહથી હાથને અલગ કરી બેરિકેડ પર લટકાવવામાં આવ્યો હતો. સવારના બાબત સામે આવ્યા બાદ દેશભરમાં હંગામો મચી ગયો હતો. લખબીર સિંહ પંજાબના તરન-તારણ જીલ્લાના ચીમા ખુર્દ ગામના રહેવાસી હતા. લખબીરની ઉમર 35-36 વર્ષની બતાવવામાં આવી રહી છે. તેમના માતા-પિતા પહેલાથી જ મૃત્યુ પામ્યા છે, જ્યારે તેમની ત્રણ પુત્રીઓ પણ છે, તેમ છતાં પોતાની માતા સાથે રહે છે.

નિહંગ સર્વજીત સિંહે શુક્રવારની સાંજે પોલીસ સામે આત્મસમર્પણ કર્યું હતું. તેણે જવાબદારી લેતા જણાવ્યું છે કે, તેમને જ લખબીર સિંહની હત્યા કરી છે. હવે પોલીસ વિડીયો દ્વારા સરવજીત સિંહની ઓળખાણ કરશે. ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં લખબીરને બેરિકેડથી લટકાવતા જોવા મળ્યા હતા.

ઘટનાની જવાબદારી નિહંગ સમૂહ નિર્વેર ખાલસા-ઉડના દળે લીધી છે. નિહંગ સમૂહે એક વિડીયોમાં કેમેરાની સામે સ્વીકાર કર્યો છે કે, તેમના સમૂહના જ નિહંગે લખબીરની હત્યા કરી છે. સમૂહના પંથ-અકાલી બલવિંદર સિંહે વિડીયોમાં જણાવ્યું છે કે, ઘટના મોડી રાત્રીના ત્રણે વાગે બની છે. તેમને ધાર્મિક ગ્રંથનું અપમાન કર્યું હતું, ત્યાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી. બલવિંદરે વિડીયોમાં જણાવ્યું છે કે, કોઈ વ્યક્તિ પણ અપમાન કરશે તો તેની સાથે પણ આવું જ વર્તન કરવામાં આવશે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો