સિંધુ બોર્ડર પર આંદોલનકારીઓના મંચની પાસે લટકતો મળ્યો યુવકનો મૃતદેહ

સિંઘુ બોર્ડર પર જ્યાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ત્યાં એક યુવાનની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, તેનો હાથ કાપીને મૃતદેહને બેરિકેડ પરથી લટકાવી દેવામાં આવ્યો છે. લાશ મળ્યા બાદ સિંઘુ બોર્ડર પર હંગામો શરૂ થઈ ગયો હતો. આંદોલનકારીઓ શરૂઆતમાં પોલીસને પણ મુખ્ય મંચની નજીક જવા દેતા નહોતા. તેમ છતાં બાદમાં કુંડલી થાણા પોલીસે મૃતદેહને ઉતાર્યો અને સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી ગયા હતા.

સિંગુ બોર્ડર પર સવારે આંદોલનકારીઓના મુખ્ય મંચ પાસેથી આ વ્યક્તિનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. તેની ઉંમર 35 વર્ષની આજુબાજુની રહેલી છે. યુવકના શરીર પર તીક્ષ્ણ હથિયારથી હુમલાના નિશાન જોવા મળી આવ્યા છે. જે યુવકને મારી નાખવામાં આવ્યો છે તેનો હાથ કાંડાથી કાપી નાખવામાં આવ્યો છે. આ હત્યાનો આરોપ નિહંગો પર લગાવવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, ખેડૂતો દિલ્લી, હરિયાણા અને યૂપીની અલગ-અલગ સરહદો પર ત્રણ નવા કૃષિ કાયદાનો વિરોધ કરીર હયા છે. આ ધરણાને ૯ મહિનાથી વધુ સમય પસાર થઈ ગયો છે. ખેડૂત સંગઠનો અને સરકારની વચ્ચે ઘણી બેઠકો પણ યોજાઈ હતી, પરંતુ અત્યાર સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ખેડૂતોનું કહેવું છે કે, તે લોકો કૃષિ કાયદાને દુર કરવામાં આવશે નહીં ત્યાં સુધી તે ત્યાંથી હટશે નહીં. જ્યારે સરકારનું કહેવું છે કે, તે કાયદાને પરત લેશે નહીં, પરંતુ ખેડૂતો દ્વારા જણાવ્યા મુજબ સંભવ ફેરફાર કરવા માટે તૈયાર છે.

Scroll to Top