BHU ના સ્ટડીમાં થયો મોટો દાવો, જે લોકોને કોરોનાથી સાજા થયા છે તેને વેક્સીનના કેટલા ડોઝ લેવા જોઈએ….

કોરોના વાયરસને હરાવવા માટે વેક્સીન જ એક ઉપાય રહ્યો છે પરંતુ દેશમાં વેક્સીનની અછત સર્જાયેલી જોવા મળી રહી છે. જ્યારે હવે રસીની તંગી વચ્ચે એકે સારા સમાચાર સામે આવ્યા છે કે, કોરોનાની સારવાર દરમિયાન સ્વસ્થ થઈ ગયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ પૂરતો છે. બનારસ હિંદુ યુનિવર્સિટીના 5 વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનમાં આ શોધી કાઢ્યું છે કે, એક વખત કોરોનાથી સંક્રમિત થઈ ગયા હોય તેવા લોકો માટે વેક્સિનનો એક ડોઝ પૂરતો છે. તેને બીજો ડોઝ આપવાના બદલે આ રસી બીજા લોકોને આપવી જોઈએ જેથી ભારતમાં 70-80 કરોડ લોકોનું ઝડપથી રસીકરણ થઈ શકે અને તેનાથી કોરોના સામે જીત મેળવી શકાય. જ્યારે અત્યારે લોકોને કોરોના રસીના બે ડોઝ અપાઈ રહયા છે..

BHU ના વૈજ્ઞાનિકોના સંશોધન અનુસાર કોરોનાને હરાવી ચૂકેલા લોકોમાં વેક્સિનનો પ્રથમ ડોઝ 10 દિવસમાં જ જરૂરી એન્ટીબોડી બનાવી નાખે છે. આ એન્ટીબોડી કોરોના સામે લડવામાં ખુબ જ અસરકારક હોય છે જ્યારે જે લોકો કોરોનાથી સંક્રમિત નથી થયા તેમના વેક્સીન લીધા બાદ એન્ટીબોડી બનવામાં 3 થી 4 અઠવાડિયાંનો સમય લાગી જાય છે.

જેના કારણે કોરોના રસીના એક ડોઝની પદ્ધતિને અપનાવવા માટે વૈજ્ઞાનિકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને સૂચનો આપી જણાવ્યું છે. જેમાં મુખ્ય વાત એ રહી છે કે, કોરોનાથી સ્વસ્થ થનાર લોકો માટે વેક્સીનનો એક જ ડોઝ અનિવાર્ય રાખવો જોઈએ. અત્યાર સુધીમાં બે કરોડથી વધુ લોકો કોરોનાથી સાજા થયા છે. જો તેમને રસીનો માત્ર એક જ ડોઝ આપવમાં આવે તો વેક્સીનનું સંકટ પણ ઘટી શકે છે અને વધુ લોકો સુધી વેક્સીન પહોંચાડી શકાશે.

જ્યારે આ સ્ટડીમાં BHU ના ન્યૂરોલોજી વિભાગના પ્રૉ.વીએન મિશ્રા અને પ્રૉ.અભિષેક પાઠક, જીઓલોજી વિભાગના પ્રૉફેસર જ્ઞાનેશ્વર ચૌબે, પ્રજ્જવલ સિંહ અને પ્રણવ ગુપ્તા સામેલ રહયા હતા. પ્રૉફેસર જ્ઞાનેશ્વર ચૌબેના કહેવા અનુસાર તાજેતરમાં જ 20 લોકો પર એક પાયલટ સ્ટડી કરવામાં આવી હતી. આ સંશોધન કોવિડ માટે જવાબદાર SARS-CoV-2 વાયરસ સામે નેચરલ એન્ટીબોડનો રોલ અને તેના ફાયદાની જાણકારી પ્રદાન કરે છે.

તેની સાથે સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, જે લોકો કોવિડ પોઝિટિવ હતા તેમનામાં વેક્સીનનો પ્રથમ ડોઝ ઝડપથી એન્ટીબોડી બનાવી નાખે છે. જ્યારે તેઓ કોરોનાથી સંક્રમિત થયા નથી તેમનામાં વેક્સીન આપ્યાને 21થી 28 દિવસમાં એન્ટીબોડી વિકસિત થતી હોય છે. તેમ છતાં આ સંશોધન છે.

Scroll to Top