સ્મિથ-વોર્નર પછી આ દિગ્ગજ ક્રિકેટર બોલ ટેમ્પરિંગમાં દોષી જાહેર, આકરી સજા સાંભળી કર્યું આવું નિવેદન..

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

આપણે સૌ જાણીએ છીએ કે ક્રિકેટ એક એવી રમત છે જે દરેક દેશમાં લગભગ ફેમસ હશે.પરંતુ આ રમત માં ચીટિંગ કરવી એ ખૂબ જ મોટો ગુણો છે.અપને સૌ જાણીએ છીએ કે લગભગ બે વર્ષ પહેલા બોલ ટેમ્પરિંગ મામલે દોષી જાહેર થતા ઓસ્ટ્રેલિયાના બે જાણીતા અને લોકપ્રિય ખેલાડી બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક વર્ષ સુધી ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકાયો હતો.

એ ઘણા વર્ષ સુધી તે ક્રિકેટ થી દુર રહ્યા હતાં.અને ક્રિકેટ રહી શક્યા ન હતાં.ત્યારે હવે વધુ એક જાણીતો ખેલાડી આ મામલે દોષી જાહેર થયો છે.અને વધુ એક ક્રિકેટર બોલ ટેમ્પરિંગ કેસમાં દોષી જાહેર કરાયો છે.
મળતી માહિતી મુજબ વેસ્ટ ઇન્ડીઝના વિકેટકીપર અને બેટ્સમેન નિકોલસ પૂરને અફગાનિસ્તાન વિરુદ્ધ ત્રીજા વન ડે ઇન્ટરનેશનલ મેચ દરમિયાન બોલ સાથે ચેડા કરવાની વાતને સ્વીકારી છે.

તે બોલ સાથે છેડછાડ કરતો જોવા મળ્યો હતો.પછી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.જેના પછી તેને ચાર મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.અને 4 મેચ સુધી રમત રમવાની ના પાડી છે. તેથી હવે પૂરન વેસ્ટ ઇન્ડીઝ તરફથી ચાર ટી20 મેચ નહીં રમી શકે.અને તેને ઘરે બેશવું પડશે.આ ઉપરાંત તેના એકાઉન્ટમાં પાંચ ડિમેરિટ પોઇન્ટ પણ એડ કરવામાં આવ્યા છે. જેથી તેને નુકશાન થઈ શકે છે.

મળતી માહિતી મુજબ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે એ નિવેદન આપતા જણાવ્યું હતું કે,‘ખેલાડી અને ખેલાડીઓના સહયોગી સ્ટાફ સાથે સંકળાયેલ આઈસીસી આચાર સંહિતાના માત્ર 3ના ઉલ્લંઘનની વાત સ્વીકારવા માટે નિકોલસ પૂરનને ચાર ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યા છે. જેના દ્વારા તે 4 મેંચ સુધી ક્રિકેટ રમી શકશે નહીં.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે સોમવારે વેસ્ટ ઇન્ડીઝ અને અફઘાનિસ્તાન વચ્ચે વન ડે સિરીઝની ત્રીજી મેચ રમાઈ હતી. જેના પછી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. અને આ વિડીઓ સોસિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં નિકોલસ પૂરન બોલને પગ પર ઘસતા અને નખ વડે સ્ક્રુઇંગ કરતા નજરે આવ્યો હતો. અને બોલ સાથે છેડછાડ કરતો જોવા મળ્યો હતો. આઈસીસી દ્વારા તપાસ કર્યા બાદ પૂરને મંગળવારે તેનો ગુનો સ્વીકાર્યો હતો. અને તેને દોષી જાહેર કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ ગુનો સ્વીકારતા પૂરને કહ્યું કે,‘હું સ્વીકારું છું કે મારાથી ભૂલ થઈ છે અને હું આઈસીસીની સજાનો પણ સ્વીકાર કરું છું. અને હું તેમનો સમ્માન પણ કરું છું.આ માત્ર એક ઘટના છે અને હું સૌને ખાતરી આપું છું કે આને ફરી પુનરાવર્તિત કરવામાં આવશે નહીં. અને ફરી વાર આ મુદ્દો વધારે ફેલાવામાં આવે નઈ. આ સિવાય વધુ ઉમેરતા પૂરને કહ્યું કે, ‘મેદાન પર જે થયું તેના માટે હું મારી ટીમના ખેલાડીઓ, સમર્થકો અને અફઘાનિસ્તાનની ટીમથી માફી માંગું છું. ’અને હું ફરી આવું કામ ન કરું તેમાં તમને ખાતરી આપું છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here