તાજેતરમાં ઉત્તરાખંડ સરકારે કોરોનાને કારણે કુંભ મેળો બંધ કરવાની જાહેરાત કરી હતી. 2019 માં પ્રયાગરાજ ખાતે કુંભ મેળો યોજાયો હતો. કુંભ મેળામાં દરેક ક્ષેત્રના સંતો આવ્યા હતા. ઘણા સાધુઓ સારું કામ કરતાં હતા અને કરોડો કમાતા હતા. જોકે એક અઘોરીએ નોકરી અને પરિવારને લાત મારીને તેણે સાધુ બનવાનું નક્કી કર્યું. આજે આપણે એ પુરુષ અઘોરીની ની નહીં પરંતુ સ્ત્રી અઘોરીની વાત કરીશું.
2019 માં યોજાયેલા કુંભ મેળામાં એક અઘોરી બનેલી મહિલા અન્ય મહિલાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. આ અઘોરી મહિલા નું નામ છે પ્રત્યાંગીરા નાથ. તેમને એક પુત્રી પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રત્યાંગીરાને એક સોફ્ટવેર કંપનીમાં નોકરી હતી. જોકે, હવે તે એક સખ્ત મહિલા બની ગઈ છે.
તેણીએ હૈદરાબાદમાં નોકરી કરી હતી. પ્રત્યાંગીરા મૂળ હૈદરાબાદની છે. તેની પાસે એમબીએ ની ડિગ્રી છે. પ્રત્યાંગીરા પાસે બધું જ હતું. જોકે તેમણે નિવૃત્ત થવા અંગે જણાવ્યું હતું કે તેઓ પોતાની મરજીથી નિવૃત્ત થયા હતા અને તેઓ અઘોરી બની ગયા હતા.
સોફ્ટવેર કંપનીમાં કરતાં હતા નોકરી: પ્રત્યાંગીરાએ 2007 ની સાલમાં લગ્ન કર્યા હતા. તે હૈદરાબાદની એક સોફ્ટવેર કંપનીમાં કામ કરતી હતી. તેમના લગ્ન ખૂબ જ સરળતાથી થઈ ગયા. તેની આઠ વર્ષની એક પુત્રી પણ હતી. જોકે, પછી બધુ છોડીને તેઓ ત્યાંથી નીકળી ગયા અને કબ્રસ્તાનમાં એકલા રહેવા લાગ્યા.
જનકલ્યાણ માટે અઘોરી બન્યા: પ્રત્યંગિરાએ કહ્યું કે તેનું મન આ દુનિયામાંથી ઉઠી ગયું છે અને લોકોની પીડા દૂર કરી લોકોને લાભ પહોંચાડવા માંગે છે. તેથી તે અઘોરી બની ગઈ. તે કબ્રસ્તાનમાં પૂજા કરે છે. તે પોતાની દિવ્ય શક્તિથી લોકોની પીડા ઘટાડવાનો પ્રયાસ કરે છે.
અઘોરી હોવા છતાં તે ઘણીવાર તેની પુત્રીને મળે છે. તેમની દીકરીનું નામ લોચનશ્રી છે. તે ખરેખર મહાકાલના આશીર્વાદ છે. તે શિવભક્ત છે અને ઓમ નમ: શિવાયનો જાપ કરે છે.