સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા હવે લગ્નની સુવિધા પણ આપવામાં આવશે, ભગવાન શિવના સાનિધ્યમાં 11 હજાર રૂપિયામાં કરી શકશો લગ્ન…

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

સોમનાથમાં સામાન્ય દિવસોમાં આપણે દર્શન કરવા માટે જઈએ ત્યારે ટ્રસ્ટ દ્વારા ઘણી સેવા આપવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાને કારણે ટ્રસ્ટ પણ કઈ કર નહોતું શકતું પરંતુ હવે ટ્રસ્ટ દ્વારા ધીમે ધીમે વિકાસના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે વધુંમાં ટ્રસ્ટ દ્વારા એવી પણ માહિતી આપવામાં આવી છે કે હવે તેઓ લગ્ન પ્રસંગની સુવિધા પણ પૂરી પાડશે.

હવેથી લોકો સોમનાથ તીર્થ ધામમાં લગ્ન કરી શકશે. આ સમાચાર સામે આવ્યા બાદ લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. સાંભળીને આપને નવાઈ લાગશે કે લગ્ન માટે ટ્રસ્ટ દ્વારા 11 હજાર રૂપિયા જેટલી રકમ લેવામાં આવશે. જેમા તેઓ લગ્ન કરાવી આપશે. જ્યા હોલથી માંડીને બધીજ પ્રકારની ફેસેલેટી રાખવામાં આવી છે.

મંદિરના ટ્રસ્ટ દ્વારા વેદોક્ત પદ્ધતિથી માત્ર 11 હજાર રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જોકે સોમનાથા ટ્રસ્ટ દ્વારા આ જે નિર્ણય લેવામાં આવ્યો છે. તેને સૌ કોઈએ આવકાર્યો છે. સાથેજ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કારણકે અન્ય કોઈ ડેસ્ટીનેશન પણ લગ્ન કરવાની જગ્યાએ હવે પહેલા લોકો સોમનાથ મંદિરમાં દર્શન કરવાનું પહેલા પસંદ કરશે.

બ્રાહ્મણ દ્વારા વેદોક્ત પુરાણોક્ત રીતે લગ્નવિધિ કરાવી આપવામાં આવશે. બીજી તરફ અત્યારની જનરેશન પણ ડેસ્ટીનેશન વેડીંગ માટે ધાર્મિક સ્થળોની પસંદગી કરતી હોય છે. જેથી હવે લોકો પહેલા સોમનાથ મંદિરમાં લગ્ન માટે અરજી કરશે. કારણકે સોમનાથ મંદિરમાં પહેલાથી લોકોની આસ્થા જોડાયેલી છે. જેના કારણે પહેલા લોકો અહીયાજ આવશે.

વધતી જતી મોંધવારીની સામે લગ્ન પ્રસંગ પણ મોંઘા થતા જાય છે. ત્યારે ગરીબ તેમજ મધ્યમ વર્ગને પોસાય તે અર્થે સોમનાથ ટ્રસ્ટ્ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. લગ્નવિધી માટે સુશોભિત તેમડ આધુનિક લગ્ન હોલ, અને તે હોલમાં બધાજ પ્રકારની સુવીધા પણ આપવામાં આવી છે. સાથેજ ટ્રસ્ટ તરફથી ફોટોગ્રાફરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે જે પણ નવદંપત્તી અહીયા લગ્ન કરશે તેમને લગ્નનું પ્રમાણપત્ર પણ અહિયા આપવામાં આવસે સાથેજે તેમના માટે ફુલહાર, મીઠાઈ અને આંતરપટ જેવી સુવિધા પણ આપવામાં આવશે. અને સરકારી મ્યુનિસિપલ લગ્ન નોંધણીનું પ્રમણાપત્ર આપવાની વાત ટ્રસ્ટ તરફખથી કરવામાં આવી છે, અ એકદંરે ટ્રસ્ટના આ નિર્ણયને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો MotionToday Gujarati

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here