હાય રે પૈસા! મિલકત માટે પુત્ર બન્યો ખૂની, બેઝબોલના બેટના ફટકા મારી માતાને પતાવી નાંખી

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક કળયુગી પુત્રએ મિલકત માટે પોતાની જ માતાની નિર્દયતાથી હત્યા કરી નાખી. માતા-પુત્ર વચ્ચે લાંબા સમયથી મિલકતનો વિવાદ ચાલી રહ્યો હતો અને આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.

આ ઘટના મુંબઈના જુહુ વિસ્તારની છે જ્યાં 43 વર્ષના પુત્રએ મિલકતના વિવાદમાં તેની 74 વર્ષીય માતાની હત્યા કરી અને માથેરાન હિલ સ્ટેશન પાસે લાશ ફેંકી દીધી. પોલીસે હવે હત્યાના આરોપી પુત્રની ધરપકડ કરી છે.

આ હત્યા અંગે એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે જુહુ પોલીસે બુધવારે નેરલ-માથેરાન રોડ પર એક ખાડામાંથી મૃતક બીના કપૂરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

અધિકારીએ જણાવ્યું કે, મૃતક મહિલાના પુત્ર સચિન કપૂરે કથિત રીતે તેની માતાને તેની ઘરેલું મદદગારીની મદદથી મંગળવારે સવારે બેઝબોલના બેટથી મારીને હત્યા કરી હતી અને લાશનો નિકાલ કર્યો હતો.

હવે પોલીસે હત્યાના આરોપી પુત્ર તેમજ તેના ઘરેલુ નોકરની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે બેરોજગાર શિક્ષક સચિન કપૂર અને તેની માતા મિલકતને લઈને કોર્ટમાં કેસ લડી રહ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો