પુત્રએ આવેશમાં આવીને તેનાજ પિતાની જ કરી હત્યા, ગળે ટૂંપો આપીને આપ્યો હત્યાને અંજામ

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

અમદાવાદમાં હવે દિવસેને દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે આ વાત અમે એટલા માટે કહી રહ્યા છે કારણકે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમા એક પુત્રએ તેનાજ પિતાને મોતને ઘાટ ઉતારી દીધા છે જેના કારણે સંબંધો પર સવાલો ઉભા થયા છે.

પિતાએ તેના પુત્રને ઠપકો આપ્યો હતો. કે તે તેને મજૂરીના રૂપિયા કેમ નથી આપતો જે બાબતે આવેશમાં આવીને અડધી રાતે તેના પુત્રએ શર્ટની બાય વડે ટૂંપો આપીને તેના પિતાની હત્યા કરી નાખી છે પરિવારજનો રાતે સુઈ રહ્યા હતા ત્યારે પુત્રએ તેનાજ પિતાને મોતને ઘાટ ઉતારી દીધા.

હત્યાને અંજામ આપીને બાદમાં તે પરત સુઈ ગયો હતો. જોકે તેના ભાઈઓને આ બાબતે જાણ થતા તેમણે પોલીસને જાણ કરી જેથી હાલ પોલીસે હત્યારા પુત્રને નજર કેદ રાખ્યો છે પોલીસને જેવી હત્યાની જાણ થઈ તેવા તેઓ તુરંત ઘટના સ્થળે પહોટચ્યા હતા આરોપીના નાના ભાઈએજ પોલીસને ફોન કરીને બોલાવી હતી સાથેજ તેણ એવું પણ કીધું હતું કે ગળે ટૂંપો આપીને તેના પિતાની હત્યા કરવામાં આવી છે.

પોલીસે આ મામલે તપાસ કરી તો સામે આવ્યું કે મૃતક પિતાએ ના પુત્રને ઠપકો આપ્યો હતો કે તે મજૂરીના રૂપિયા ઘરમાં કેમ નથી આપતો જે વાતને લઈને પિતા તેમજ પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી બોલાચાલી થયા બાદ પરિવારજનો સુઈ ગયા હતા જોકે બાદમાં પિતા જ્યારે માતા તેમને પાણી આપવા ગઈ ત્યારે તેઓ હલી નહોતા રહ્યા જેથી તેઓ ગભરાઈ ગયા હતા.

માતાએ આ બાબતે ઘરમાં બૂમાબૂમ કરી ત્યારે ઘરના લોકો જાગી ગયા હતા તેમણે તુરંત પોલીસને જાણ કરી સાથેજ પોલીસને હત્યા મામલે પણ જણાવ્યું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું કે મૃતકને ગળે ટૂંપો આપવાને કારણેન તેમનું મોત થયું હતું બાદમાં પરિવારજનોની પોલીસે પૂછપરછ કરી ત્યારે આરોપી પુત્રએ તેનો ગુનો કબૂલી લીધો અને હાલ તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.

પોલીસની પૂછપરછમાં હત્યા પુત્રએ કબૂલાત આપી કે ઘરના સભ્યો જ્યારે સૂઈ ગયા હતા ત્યારે તેણે શર્ટની બાય ચઢાવીને તેના પિતાના ગળાના ભાગેથી દબાણ આપીને તેમને ટૂંપો આપ્યો થોડીક વાર સુધી તેણે ટૂંપો આપી રાખ્યો અને જ્યારે તેમના હાથપગ હલતા બંધ થયા ત્યારે તેણે તેમને છોડી દીધા હતા જોકે હાલ તેને તેની કરતૂતને કારણે જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો