કોંગ્રેસને બેઠી કરવા માટે સોનિયા ગાંધીએ શરુ કરી દીધી પોતાની રાજકીય ચાલ

લોક્સભાની ચૂંટણી હાર્યા પછી કોંગ્રેસ અધ્યક્ષ પડે રાહુલ ગાંધી રાજીનામુ આપવા બાદ સોનિયા ગાંધીને સોંપાઈ હતી અધ્ય્ક્ષ પદ માટે દાવેદાર ચુનવાની જેથી કોંગ્રેસ પક્ષ કોઈ અધ્યક્ષ સાથે આગળની ચૂંટણી લાડવા માટે તૈયાર થઈ જાય ને તેમની આગેવાનીમાં ચૂંટણી જીતવાનો પ્રયાસ કરે.

કોંગ્રેસના સંકટમોચક ગણાતા એવા સોનિયા ગાંધી તેમની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ ફરી વખત સત્તામાં આવતા કોંગ્રેસ પાર્ટીના ખરાબ દિવસો શરૂ થઈ ગયા હતાં. એક બાજુ સત્તા તો હાથમાં આવી નહોતી અને સાથે સાથે કોંગ્રેસના ઉત્તરાધિકારી ગણાતા એવા રાહુલ ગાંધીએ પણ નેતૃત્વ છોડવું પડ્યું હતું.

રાહુલ ગાંધીના અધ્યક્ષ પદ છોડ્યાં બાદ સોનિયા ગાંધીએ કોંગ્રેસ પાર્ટીને ફરી પાટા પર ચઢાવવા માટે મહત્વની જવાબદારી પોતાના હાથોમાં લીધી છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી બાદ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીને જવાબદારી સોંપાઈ છે.

સૌથી મોટી સમસ્યા સોનિયા માટે વિપક્ષ કરતા પાર્ટીની અંદર ચાલી રહેલો વિખવાદ છે. જેમાં કોંગ્રેસ પાર્ટીના કેટલાંક નેતાઓની નેતાગીરી હાલમાં પક્ષ માટે માથાનો દુઃખાવો બન્યો છે. આ માટે શરૂઆતી તૈયારીઓ પણ કરી દેવાઈ છે પરંતુ પાર્ટીને ફરી તળિયેથી ઊભી કરવામાં સોનિયા ગાંધીની રાહમાં ઘણાં અવરોધો છે.

જો કે સોનિયા ગાંધીનો રેકોર્ડ રહ્યો છે કે પાર્ટીને મજબૂત કરવા માટે અગાઉ પણ કેટલાંક કડક પગલાં ભર્યા છે. તેમના નિર્ણયોથી કોંગ્રેસ પાર્ટી બીજી વખત કેન્દ્રમાં સત્તામાં આવી હતી. પરંતુ હાલમાં જ્યારે કોંગ્રેસ પોતાના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે ત્યારે સોનિયા ગાંધી માટે પોતાના નેતાઓ અને તેમની અંગત મહત્વકાંક્ષાઓને પહોંચી વળવું આસાન નહીં હોય.

પાર્ટીના મોટા ભાગના સીનિયર નેતાઓ બોલવામાં બેફામ છે અને તેમની પોત પોતાની મહત્વકાંક્ષાઓ પણ છે. ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે કોંગ્રેસના નેતાઓએ વિરોધના સૂર ગાયા છે ત્યારે પાર્ટી અને હાઈકમાન્ડ બંને માટે મુસીબતો ઊભી થઈ છે. આ પરિસ્થિતિને જોતા સોનિયા ગાંધી પાર્ટીને સરખે પાટે કેવી રીતે લાવશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે.

સોનિયાએ હરિયાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના વર્તમાન અધ્યક્ષ અશોક તંવરને તેમના પદેથી હટાવીને કુમારી શૈલજાને આ જવાબદારી સોંપી છે. શૈલજા હરિયાણામાં પાર્ટીનો દલિત ચહેરો છે જેમણે ભૂપિંદર સિંહથી અલગ પોતાની છાપ ઊભી કરી છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે શૈલજાને આ પદ પર લાવવા પાછળ હુડ્ડા પર નિયંત્રણ રાખવાનો પણ એક હેતુ હોઈ શકે છે.

ઉદાહરણ તરીકે વાત કરીએ તો હાલમાં જ હરિયાણામાં કોંગ્રેસમાં મહત્વના ફેરબદલ કરવામાં આવ્યાં છે. આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે ત્યારે સોનિયા ગાંધીએ પાર્ટી સંગઠનમાં મહત્વના બદલાવ કર્યા છે. તેમણે ફરી એક વખત પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદરસિંહ હુડ્ડા પર વિશ્વાસ જતાવ્યો છે. તાજેતરમાં જ પોતાના નિવેદનોથી પાર્ટી માટે મુસીબત ઉભી કરનારા હુડ્ડાને કોંગ્રેસ ધારાસભ્યોના દળના નેતા અને ચૂંટણી પ્રબંધન સમિતિના પ્રમુખ બનાવાયા છે. હરિયાણામાં આ ઉપરાંત વધુ એક મહત્વનો બદલાવ કરાયો છે.

જો કે કેટલાંક નિષ્ણાતોનું કહેવું છે છે કે અશોક તંવર, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પસંદ હતા. તેમને હટાવીને સોનિયા પોતાના દીકરાના નિર્ણયોને બદલવાનો સંદેશ પણ આપી રહ્યાં છે. હકીકતમાં ભૂપિંદર સિંહ હુડ્ડા લાંબા સમયથી અશોક તંવરને હરિયાણા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષના પદથી હટાવવાની માંગ કરી રહ્યાં હતાં.

સોનિયા ગાંધીએ તેમને હટાવીને એક બાજુ જ્યાં હુડ્ડાને સાધવાનો પ્રયાસ કર્યો છે તો બીજી બાજુ રાજકીય સમીકરણ બનાવી રાખવા માટે શૈલજાને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. શૈલજાને કારણે હુડ્ડા માટે પણ પોતાની રીતે તમામ નિર્ણયો લેવાનું આસાન નહીં રહે.

હરિયાણાને લઈને સોનિયા ગાંધીના આ નિર્ણયોની અસર પાર્ટીના અન્ય પ્રદેશ પર પણ પડશે. ખાસ કરીને એ રાજ્યોમાં જ્યાં કેટલાંક નેતાઓ હાલમાં વિદ્રોહના મૂડમાં છે. મધ્યપ્રદેશમાં જ્યાં પાર્ટી 15 વર્ષ બાદ સત્તામાં પાછી આવી છે ત્યાં CM કમલનાથી, પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયાની વચ્ચે સત્તાની ખેંચતાણ ચાલી રહી છે. આવનારા સમયમાં શક્ય છે કે સોનિયા ગાંધી જલ્દીથી આ નેતાઓની વચ્ચેની ખેંચતાણનો અંત લાવવા માટે કોઈ મોટા નિર્ણયો લઈ શકે છે.

સોનિયા ગાંધી પોતાના પહેલાં કાર્યકાળમાં પાર્ટીની હિતમાં મોટા અને કડક નિર્ણયો લેતાં ક્યારેય ખચકાતા નથી. પાર્ટીમાં સંતુલન બનાવવા માટે જેટલું બને તેટલું તેમણે કહ્યું છે ત્યારે જોવાનું એ રસપ્રદ રહેશે કે પોતાની આ સેકન્ડ ઈનિંગમાં કેવી રીતે કોંગ્રેસની નૈયા પાર પાડે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top