અભિનેતા સોનુ સૂદ ફરી એકવાર મસીહા બનીને સામે આવ્યો છે. તેણે રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક યુવકનો જીવ બચાવ્યો છે. પંજાબના મોગા-ભટિંડા રોડ પર મોડી રાત્રે આ રોડ અકસ્માત થયો હતો. બે કારની જોરદાર ટક્કર બાદ એક યુવક કારની અંદર ખરાબ રીતે ફસાઈ ગયો હતો. આ દરમિયાન સોનુ સૂદ તેની કારમાં ક્યાંક જઈ રહ્યો હતો. આ અકસ્માત જોતા જ તે નીચે ઉતરી ગયો હતો અને યુવકનો જીવ બચાવ્યો હતો.
સોનુ સૂદે યુવકનો જીવ બચાવ્યો
આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક કારની અંદર ફસાઈ ગયો હતો. તે ભયાનક રીતે ઘાયલ છે. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા સોનુ સૂદે તરત જ કાર રોકી અને યુવકની મદદ કરવા પહોંચી ગયો. તેણે જાતે જ કોઈક રીતે કાર ખોલી અને યુવકને બહાર કાઢ્યો હતો. આ પછી તેણે તેને ઉપાડ્યો અને તેને ખોળામાં લઇ દોડ્યો હતો.
વીડિયોમાં જોઈ શકાય છે કે સોને સૂદ તે યુવકને પોતાની કારમાં લઈને હોસ્પિટલ ગયો હતો. સમયસર હોસ્પિટલ પહોંચતા યુવકનો જીવ બચી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવકની હાલત ખતરાની બહાર છે. કહેવાય છે કે મોગા-ભટિંડા રોડ પર બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ પછી બંને કારને ભારે નુકસાન થયું હતું. જે વાહનમાં યુવક ફસાઈ ગયો હતો તેનું સેન્ટ્રલ લોક અથડાતાં જ લોક થઇ ગયું હતું. જેના કારણે યુવક કારની અંદર ફસાઈ ગયો હતો.
Accident of 2 vehicles occured in Moga. Sonu Sood himself took out the unconscious boy from the car and took him to the hospital in his car. #sonusood pic.twitter.com/BM7fjvighU
— Gagandeep Singh (@Gagan4344) February 8, 2022
અકસ્માત જોઈને કાર થોભી હતી
કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન સોનુ સૂદ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. અકસ્માત જોતાં જ તેણે તરત જ પોતાના કાફલાને રોકી કારનો કાચ તોડીને યુવક બહાર આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સોનુની બહેન માલવિકા સૂદ મોગાથી વિધાનસભા ચૂંટણી લડી રહી છે. આથી સોનુ પોતાની બહેનના પ્રચાર માટે પંજાબમાં છે.