Box Office Collection: સૂર્યવંશીને મળ્યો રવિવારનો લાભ, ઓપનિંગ ડે કરતાં પણ વધુ કલેક્શન આવ્યું

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

‘સૂર્યવંશી’ અગાઉ માર્ચ 2020 માં રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. આ પછી ફિલ્મની ઘણી રિલીઝ તારીખો આવી હતી પરંતુ દરેક વખતે રોગચાળાને કારણે તેને આગળ વધારવી પડી હતી. રોહિત શેટ્ટી થિયેટરોમાં મોટા બજેટની ફિલ્મ રજૂ કરવા માંગતો હતો. 19 મહિનાની લાંબી રાહ જોયા બાદ આખરે જ્યારે ‘સૂર્યવંશી’ બોક્સ ઓફિસ પર આવી ત્યારે તેની રાહ સફળ થતી જણાય છે.

‘સૂર્યવંશી’ના પહેલા દિવસનું કલેક્શન 26.29 કરોડ રૂપિયા રહ્યું હતું. શનિવારે આ ફિલ્મે 23.85 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. બોક્સ ઓફિસ ઇન્ડિયાની વેબસાઈટના પ્રારંભિક અહેવાલ મુજબ આ ફિલ્મને રવિવારની રજાનો લાભ મળ્યો હતો અને તેણે 27થી 28 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. આમ રવિવારના કલેક્શનના આંકડા પહેલા દિવસ કરતાં વધારે છે. આ ફિલ્મે 3 દિવસમાં 77 કરોડની કમાણી કરી છે.

આ ફિલ્મ વિદેશમાં પણ સારું પ્રદર્શન કરી રહી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે સૂર્યવંશીએ પ્રથમ દિવસે 8.10 કરોડ અને વિદેશમાં બીજા દિવસે 8.58 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આમ બે દિવસમાં કુલ 16.68 કરોડ રૂપિયાનું કલેક્શન કરવામાં આવ્યું હતું.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો