સાઉથનો સૌથી મોંઘો કોમેડિયન છે બ્રહ્માનંદમ, 1000 ફિલ્મોમાં કર્યુ છે કામ, દરેક ફિલ્મ માટે લે છે 1 કરોડ ફી

વાત આજે સાઉથ (દક્ષિણ) સિનેમાના એક એવા સ્ટારની જેને ફિલ્મોમાં લઇને બે વાતો હોય છે. પહેલી, ફિલ્મ હિટ થવાની શક્યતામાં વધારો થઇ જાય છે અને બીજું, ફિલ્મ જોનારા પ્રેક્ષકો હસી હસીને લોટપોટ થઇ જાય છે. આપણે વાત કરી રહ્યા છીએ સાઉથ સિનેમાના પ્રખ્યાત હાસ્ય કલાકાર બ્રહ્માનંદમ (Brahmanandam) ની જેમની ફિલ્મો પણ એટલી જ લોકપ્રિયતા છે જેમ કોઈ સાઉથના સુપરસ્ટારની હોય છે. તમને જણાવી દઈએ કે બ્રહ્માનંદમ (Brahmanandam) ખૂબ જ ગરીબ પરિવાર સાથે સંકળાયેલા હતા, જોકે ફિલ્મોમાં આવ્યા પછી અને હિટ થયા પછી બધું જ બદલાઈ ગયું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બ્રહ્માનંદમ (Brahmanandam) આજે દરેક ફિલ્મ દીઠ 1 કરોડ રૂપિયા લે છે. જયારે, તેમની કુલ સંપત્તિ આશરે 320 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવામાં આવે છે. બ્રહ્માનંદમને લક્ઝરી ગાડીઓનો શોખ છે અને તેની પાસે ઓડી આર 8, ઓડી ક્યૂ 7 અને બ્લેક કલરના મર્સિડીઝ બેન્ઝ જેવી ગાડીઓ છે. બ્રહ્માનંદમ પાસે હૈદરાબાદના ખૂબ જ પોશ જુબલી હિલ્સ વિસ્તારમાં એક બંગલો પણ છે સાથે તેની પાસે કરોડો રૂપિયાની ખેતીની જમીનો પણ છે. તમને જણાવી દઈએ કે બ્રહ્માનંદમ એક એવો સ્ટાર છે કે જેનું નામ ‘ગિનીસ બુક ઑફ રેકોર્ડ્સ’ માં 1000 થી વધુ ફિલ્મોમાં કામ કરવા બદલ શામેલ છે.

સમાચારોનું માનવામાં આવે તો બ્રહ્માનંદમને ફિલ્મ નિર્માતા જાંધ્યાલાએ વર્ષ 1986 માં ફિલ્મોમાં લાવ્યા હતા. બ્રહ્માનંદમ (Brahmanandam) ની પહેલી ફિલ્મનું નામ હતું ‘ચુતતાલાબબાઈ’ (Chantabbai) હતું. આ ફિલ્મના રિલીઝ થયા પછી બ્રહ્માનંદમ ક્યારેય પાછું ફરીને જોયું નથી. 35 વર્ષની કારકિર્દીમાં બ્રહ્માનંદમ માત્ર ફિલ્મોમાં નામ કમાવ્યું જ નહીં, પણ વિવાદને કારણે પણ તે હેડલાઇન્સમાં રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રહ્માનંદમે અભિનેત્રી અનુષ્કા શેટ્ટી વિશે એક ટિપ્પણી કરી હતી, ત્યારબાદ તેની ઘણી ટીકા થઈ હતી.

Scroll to Top