અખિલેશ યાદવે લોકસભાના સભ્યપદેથી આપ્યું રાજીનામું, જાણો શું છે તેમનો પ્લાન

Akhilesh yadav

સપા સુપ્રીમો અખિલેશ યાદવે આજે (મંગળવારે) લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. અખિલેશ યાદવ યુપીની આઝમગઢ લોકસભા સીટ પરથી સાંસદ હતા. તેઓ યુપી વિધાનસભા ચૂંટણીમાં મૈનપુરીની કરહાલ સીટથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. અખિલેશ યાદવ વિધાનસભાના સભ્ય રહીને વિપક્ષની ભૂમિકા મજબૂતીથી નિભાવશે.

જણાવી દઈએ કે અખિલેશ યાદવે વિધાનસભા ચૂંટણીમાં કરહાલ સીટ પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલને 67,504 વોટથી હરાવ્યા હતા. જ્યારે અખિલેશ યાદવને 1,48,196 વોટ મળ્યા, જ્યારે એસપી સિંહ બઘેલને 80,692 વોટ મળ્યા.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પણ અખિલેશ યાદવ હાર સ્વીકારવા તૈયાર નથી. તેઓ સતત ભાજપ સરકાર અને તેની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે. હાલમાં જ તેમણે મોંઘવારી મુદ્દે ભાજપને ઘેરી હતી.

તમને જણાવી દઈએ કે યુપી વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી માત્ર 111 સીટો જીતવામાં સફળ રહી હતી. બીજી તરફ ભાજપે પોતાના દમ પર 255 બેઠકો જીતી હતી. ચૂંટણીમાં સપા ગઠબંધનને 125 અને એનડીએને 273 બેઠકો મળી હતી.

નોંધનીય છે કે યુપીમાં વિપક્ષના નામે માત્ર સમાજવાદી પાર્ટી જ છે કારણ કે વિધાનસભા ચૂંટણીમાં બસપા અને કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. બસપાને માત્ર એક અને કોંગ્રેસને બે સીટો પર જીત મળી છે. યુપી વિધાનસભામાં આ બંને પક્ષોનું પ્રતિનિધિત્વ ખૂબ જ ઓછું છે.

Scroll to Top