Bhavnagar

ભાવનગરમાં માં પોતે ચકલી સ્વરૂપે વિધિમાં જોડાયા, વર્ષો જૂની ચકલીની પરંપરાનો લાઇવ વીડિયો

ભાવનગરમાં રુવાપરી માતજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વર્ષો જૂની લોકવાયકા સાચી પડી છે. આજે અહીં માતાજીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલની પાઘડી પર ચકલી આવીને બેસી ગઈ હતી અને ચમત્કારિક ઘટના બની હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિય મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે.

આ ચમત્કારિક વીડિયોને જોઇ લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે, રા નવઘણના ભાલે ચકલી બેઠી ને રસ્તો બગાવ્યો હોવાનું સાહિત્યકારો પાસે સાંભળવા મળે છે. તેમ આજે પણ ભાવનગરમાં રુવાપરી માતજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાવનગર યુવરાજ સાહેબની પાઘડી પર ચકલી બેસી હતી. તેથી આ એક પાવનકારી ક્ષણ છે. જે ખુબ જ એક દિવ્ય અનુભુતી સમાન છે.

તમને જણાણી દઇએ કે, ભાવનગરમાં રુવાપરી માતજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલની પાઘડી પર ચકલી આવીને બેસી ગઈ હતી. લોકોને માં પોતે ચકલી સ્વરૂપે વિધિમાં જોડાયાની દિવ્ય અનુભૂતિ થઈ હતી.

નોંધનિય છે કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી પણ જ્યારે રુવાપરી માં ને ત્યાં આવતા અને શુભ કાર્ય કરતા ત્યારે ચકલી આવીને બેસતી તેવી લોકવાયકા વર્ષોથી ચાલી આવે છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker