ભારતીય પ્રોફેસરની મદદ કરનાર ટ્રાવેલ એજન્ટને કિંગખાને આપી ખાસ ભેટ

બોલીવૂડના કિંગ શાહરુખખાનના ચાહકો આખી દુનિયામાં ફેલાયેલા છે. શાહરુખ ખાનની દિવાનગીના અનેક કિસ્સાઓ સાવી ચૂક્યા છે ત્યારે તાતેજરમાં જ ભારતના એક પ્રોફેસરને ઈજિપ્તમાં ખુબ જ રસપ્રદ અનુભવ થયો હતો. જેના પછી શાહરુખ ખાને પ્રોફેસરને મદદ કરવા બદલ ઈજિપ્તના ટ્રાવેલ એજન્ટનો આભાર માનીને એક ખાસ ગિફટ મોકલી આપી છે.

જણાવી દઇએ કે, અશોકા યુનિવર્સિટીના પ્રોફેસર અશ્વિની દેશપાંડેએ સોશિયલ મીડિયા પર એક ટ્વીટ કરીને પોતાનો અનુભવ શેર કર્યો હતો અને પોતાની આ ટવીટમાં તેમણે લખ્યું હતુ કે, ઈજિપ્તના પ્રવાસ માટે એડવાન્સ પેમેન્ટ કરવાનુ હતુ અને તે સમયે મારે ત્યાંના એક ટ્રાવેલ એજન્ટને પૈસા ટ્રાન્સફર કરવાના હતા.જોકે પૈસા ટ્રાન્સફર કરવામાં મુશ્કેલી થઈ રહી હતી ત્યારે એજન્ટે મને કહ્યુ હતુ કે, તમે શાહરુખખાનના દેશમાંથી છો એટલે મને તમારા પર વિશ્વાસ છે. હું ત તમારુ બુકિંગ કરી દઉં છું. તમે અહીંયા આવો તે પછી પેમેન્ટ કરી દેજો. બીજા કોઈ માટે તો હું આવુ ના કરતો પણ શાહરુખ માટે હું કંઈ પણ કરી શકુ છું.

આ ઘટના બાદ દેશપાંડે ઈજિપ્તમાં આ ટ્રાવેલ એજન્ટને મળ્યા હતા અને તેની સાથેનો ફોટો શેર કરીને શાહરુખ ખાનને અપીલ કરી હતી કે, આ એજન્ટ શાહરુખખાનનો ફોટો માંગી રહ્યા છે અને જો શાહરુખ ઓટોગ્રાફ સાથે ફોટો મોકલશે અને તેના પર એજન્ટની પુત્રીનુ નામ પોતાના હાથથી લખી આપશે તો આ એજન્ટને બહુ ખુશી થશે.

સોશિયલ મીડિયા પરની પોસ્ટ જોયા બાદ શાહરુખે એજન્ટની ફરમાઈશ પુરી કરી હતી અને શાહરુખે પોતાના ઓટોગ્રાફ સાથેના ત્રણ ફોટો એજન્ટને મોકલી આપ્યા હતા.

 

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો