ઢોકળાએ ગુજરાતીઓની વિશ્વભરમાં ઓળખ સમાન રેસિપી છે. તો પીઝાએ મોટાભાગના લોકોના ફેવરીટ હોય છે. જો ઢોકળા અને પીઝાનું કોમ્બીનેશન થઈ જાય તો ગુજરાતીઓને તો મજા પડી જાય તો આજે અમે તમારા માટે ઢોકળા પીઝાની રેસિપી લઈને આવ્યા છીએ.
સામગ્રી:
- 10-12 ઢોકળા (થોડી પાતળી સ્લાઈસ અને મોટા ટુકડામાં કાપેલા)
- 1 કપ સમારેલા ટામેટા
- 1 કપ સમારેલા કેપ્સિકમ
- 1 કપ સમારેલી ડુંગળી
- 4-5 ચમચા પીઝા સોસ
- ઓરેગાનો સ્વાદ મુજબ
- 1 કપ છીણેલુ ચીઝ
બનાવવાની રીત:
સૌ પ્રથમ તો ઢોકળા પર સોસ લગાવી દો. તેના પર સમારેલુ કેપ્સિકમ પાથરો ત્યાર પછી તેના ઉપર સમારેલી ડુંગળી અને ટામેટા ગોઠવો. ઉપરથી સીઝનીંગ માટે ઓરેગાનો ભભરાવો.
હવે તેની ઉપર ચીઝ ભભરાવો. તેની ઉપર ફરી ઈચ્છો તો ઓરેગાનો ભભરાવી શકો છો અને તેને ઓવનમાં ચીઝ મેલ્ટ થઈ જાય તે રીતે 2-3 મિનીટ બેક કરો. તૈયાર છે ઢોકળા પીઝા. ગરમાગરમ ઢોકળા પીઝા પ્લેટમાં કાઢીને સોસ સાથે સર્વ કરો.