અમદાવાદમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છે. કારણકે શહેરના જુહાપુરા વિસ્તારમાં બે શખ્સોએ હાથમાં ખુલ્લી તલવાર સાથે વીડિયો બનાવ્યો હતો. તેમણે આ વીડિયો પોતાનો રોફ જમાવા બનાવ્યો હતો. પરંતુ વીડિયો વાયરલ થઈ ગયો અને તે વીડિયો પોલીસ સુધી પહોચી ગયો.
પોલીસે વીડિયો જોયા બાદ બંને આરોપીઓની તપાસ આરંભી અને વીડિયોમાં દેખાતા બંને આરોપીઓને પોલસે ઝડપી પાડ્યા છે. અને તેમની કરતૂતને કારણે આજે તેમને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. આ યુવકો પૈકી એક યુવકે મીરઝાપુર વેબ સીરીઝનો ડાયલોગ બોલ્યો હતો કે જોનપુર કા કંટ્રોલ લેને આયે હે ઓર લે કે રહેંગે.
જોકે તેમને આ વીડિયો બનાવો હાલ ભારે પડ્યો છે. અને તેમની કરતૂતને કારણે તેમને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. થોડા દિવસ પહેલા પણ એક વીડિયો વાયરલ થયો હતો. જેમા એક આરોપી આવીજ રીતે કારમાં તલવાર સાથે જોવા મળ્યો હતો. અને બીજા વીડિયોમાં તેણે અન્ય લોકો એક સાથે બોલાવીને એકઠા કર્યા હતા.
આ એજ વીડિયો છે. કે જે વીડિયોને કારણે આરોપીઓ જેલ ગયા છે. બે યુવકો અન્ય યુવકોની સામે વેબ સીરીઝના ડાયલોગો બોલ્યા અને તલવારો લઈને આ યુવકો વીડિયો બનાવતા જોવા મળ્યા. જેના કારણે પોલીસે પોતની તપાસ આરંભી અને તેમના ઘરમાંથી પોલીસે તલવાર સાથે બંનેને ઝડપી પાડ્યા છે.
પોલસ પૂછપરછમાં સામે આવ્યું કે વીડિયોમાં દેખાતા બંને યુવકો ક્રિકેટ રમવા બહાર ગયા અને લોકો તેમની સાથે ભેગા થયા ત્યારે તેમણે તલવાર લઈને વીડિયો બનાવાનું વીચાર્યું હતું. અને તેમણે કોઈની પર્વા કર્યા વગર વીડિયો બનાવી દીધો. જોકે તેમની કરતૂતને કારણે પોલીસે તેમની સામે જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ નોંધી અને તેમને જેલની ચાર દીવાલો મળી છે.
ઉલ્લેખનિય છે કે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક શખ્સે હાથમાં બંદૂક રાખીવે વીડિયો બનાવ્યો હતો. અને તે વીડિયોના કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી. જેથી પોલીસે તેને પણ દબોચી લોધો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર હાલ લોકો જાહેરનામાંનો ભંગ કરીને વીડિયો અપલોડ કરવા લાગ્યા છે. અને ક્યાકને ક્યાક લોકો કાયદો હાથમાં લઈ રહ્યા છે પરંતુ તે વાતનો તેમને જરા પણ અહેસાસ નથી.