દુનિયામાં સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલ ઑડિયો એપ્લિકેશન બની Spotify

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

Spotify આખરે Android મોબાઇલ ફોન્સ પર એક બિલિયનથી વધુ ડાઉનલોડ્સ કરવાનો રેકોર્ડ તેના નામે કરી લીધો છે. જે સ્પોટીફાઈ એપએ ગૂગલ પ્લે સ્ટોર પર 1 બિલિયન ડાઉનલોડનો માઈલસ્ટોન પ્રાપ્ત કર્યો છે. આવી સિદ્ધિ પ્રાપ્ત કરીને સ્પોટીફાઈ (Spotify) દુનિયાની સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલ ઑડિયો એપ્લિકેશન બની ગઈ છે. આ પહેલી એવી ઓડિયો એપ છે જેને આટલી વખત ડાઉનલોડ કરવામાં આવી હોય. તમને જણાવી દઈએ કે Spotify નાં ફ્રી અને ચૂકવણી વાળા બંને સંસ્કરણ યુઝર માટે ઉપલબ્ધ છે. યુઝર તેમની સુવિધા પ્રમાણે કોઈપણ એક વર્જનને પસંદ કરી શકે છે અને ઑનલાઇન સંગીતનો આનંદ લઇ શકે છે.

મીડિયા અહેવાલો અનુસાર Spotify ના આજથી એક વર્ષ પહેલા સુધી કુલ યુઝરમાંથી લગભગ 21% યુઝર (એટલે કે 158 મિલિયન) પ્રીમિયમ સબક્રાઈબર (ગ્રાહકો) હતા. ખાસ વાત એ છે કે સ્પોટીફાઈ એન્ડ્રોયડની દુનિયામાં આવ્યાની સાથે 2 વર્ષમાં જ 500 મિલિયનનો આંકડો પાર કરી ચુકી છે. સ્પોટીફાઈએ યુએસ અને ભારત સહિતના દેશમાં રેકોર્ડ બ્રેક ગ્રોથ કર્યો છે.

Spotify એ લૉન્ચ કર્યું નવું યુઝર ઇન્ટરફેસ

Spotify એ તેની પોતાની એપ્લિકેશનનું નવું યુઝરફેસ લૉન્ચ કર્યું છે. હવે તેનું લેઆઉટ પહેલા કરતા વધારે સારું થઈ ગયું છે. ફર્મએ આ તકે સ્પષ્ટ કર્યું છે કે આગામી 2 વર્ષ સુધી તેની સર્વિસ ફ્રી રહેશે. ત્યારબાદ 2023થી કંપની ચાર્જ લેવાનું શરુ કરશે. પ્લેલિસ્ટ્સ, કલાકારો, આલ્બમ્સ, પોડકાસ્ટ અને શો ને હવે ફિલ્ટર કરી શકાશે. આ જ રીતે લિસ્ટ વ્યૂ અને ગ્રીડ વ્યૂ વચ્ચે ટોગલ બટન આપવામાં આવ્યું છે. આ સિવાય પણ નેવિગેશનમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. તમે તમારી મનપસંદ પ્લેલિસ્ટને પિન કરી શકો છો જે સોટિંગમાં હંમેશા સૌથી ઉપર જોવા મળશે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો