સુરતમાં ડાયમંડ બિઝનેસ ક્ષેત્રે ધોળકિયા પરિવારનું નામ આગવી હરોળમાં રાખવામાં આવે છે. ‘ગોવિંદ ભગત’ કે ‘ગોવિંદકાકા’ના નામે જાણીતા રામકૃષ્ણ એક્સપોર્ટના ફાઉન્ડર ગોવિંદ ધોળકિયાએ આજે શૂન્યમાંથી મોટું સર્જન કર્યું છે. બિઝનેસ ફેલાવવાની સાથે તેમણે પોતાની ઓફિસ-ફેક્ટરીને પણ આધુનિક ટેકનોલોજી સાથે સજ્જ બનાવી છે.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા એસઆરકે એમ્પાયરને બહારથી જોતા જ અંદરની રોનકનો અંદાજો લગાવી શકાય તેવો છે. કર્મચારીઓ માટેની તમામ સુવિધાઓ સાથે તેમના ભોજનની વ્યવસ્થા પણ કંપની દ્વારા કરવામાં આવે છે. અમે તમને સુરતના આ ડાયમંડ કિંગ અને તેમની ઓફિસ વિશેની જાણકારી આપી રહ્યા છીએ.
જુઓ એસઆરકે એક્સપોર્ટની ઓફિસનો અંદરનો નજારો
સૌરાષ્ટ્રમાંથી નાની ઉંમરે આવ્યાં સુરત
સંત-શૂરાની ભૂમિ તરિકે ઓળખાતા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી પાસે આવેલા દૂધાળા ગામે ધોળકીયા પરિવારના સંતોકબા અને લાલજીભાઈ ધોળકીયાના ઘરે ગોવિંદભાઈનો જન્મ 7-11-1947ના રોજ થયો હતો. પ્રાથમિક શિક્ષણમાં ધોરણ-7 સુધીનો અભ્યાસ કરી ગોવિંદભાઈએ નાની ઉંમરે હીરાનું કામકાજ શીખવા માટે સુરત આવી ગયા હતાં. સુરતમાં 52 વર્ષથી હીરા સાથે સંકળાયેલા ગોવિંદભાઈને આજે સૌ કોઈ માટે ગોવિંદકાકા તરિકે ઓળખે છે.
સફળતાના સુત્રો
હીરા ઉદ્યોગની અપાર સફળતા વિષે ગોવિંદ ધોળકિયા કહ્યું કે, એક સાચી વાત કહું તો મને મેનેજમેન્ટ કરતાં જ નથી આવડતું. પણ આ સિધ્ધાંતો હોય શકે. કર ભલા તો હો ભલા. સંપતિ અને સંતતિ પ્રારબ્ધ અનુસાર મળે છે. તેના માટે પ્રયત્ન કરવાની જરૂર છે, પાપ કરવાની જરૂર નથી. સત્યને કોઈ સાક્ષીની જરૂર નથી. જેને ભાઈમાં ભગવાન નથી દેખાતા તે દેશની કે દેવની સેવા ન કરી શકે. દુનિયાને બદલવા કરતાં જાતને બદલો.દરેકને માન આપો નાનામાં નાની વ્યક્તિને પણ પુરતું માન આપશો તો એ ક્યારેય તમારું અહિતનું નહીં વિચારે.
આધુનિક ટેક્નોલોજી અને તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ છે રામકૃષ્ણ એક્સપોટ
કર્મચારીઓને પાન-મસાલા ખાવા પર પ્રતિબંધમ, SRK ચલાવે છે વ્યાસંમુક્તિ અભિયાન
આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનિથીંગ
એસઆરકે કંપનીના ગેટથી લઈને વિવિધ જગ્યાએ આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનિથિંગ લખેલું સુત્ર જોવા મળે છે. આ સુત્ર વિષે ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, આ સુત્ર હ્રદયમાંથી નીકળ્યું હતું. લોકોને તક મળતી નથી. જેથી જેમને તક મળી છે એમને છકી ન જવું કારણ કે તેની નીચે કામ કરનારા લોકો તેના કરતાં વધારે હોંશિયાર હોય છે. અને બધાને બધી ખબર હોતી નથી. પરંતુ એક હજાર દિવસની ટ્રેનિંગ લેવાથી કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. માટે આપણે કંઈ નથી પરંતુ પ્રયત્ન અને સાતત્યતાથી કામ કરતાં આપણે પણ અશક્યને શક્યમાં પરિવર્તીત કરી શકીએ છીએ. અને આ સુત્ર આપણને મોટાઈથી પણ બચાવે છે અને જમીન સાથે જોડી રાખતું હોવાનું ગોવિંદભાઈએ વધુમાં જણાવ્યું હતું.
આજે વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલો છે રામકૃષ્ણ એક્સપોટનો કારોબાર
ગોવિંદભાઇ ધોળકિયાએ 5 હજારની મૂડીથી સુરતમાં શરૂ કર્યો હતો હીરાનો બીજનેસ
સેવાકીય કાર્યોનો વહાવે છે ધોધ
ગોવિંદભાઈ ધોળકીયા દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. દિવસની શરૂઆતમાં જ તેઓ ગોધાણી સ્કૂલમાં જરૂરીયાતમંદ લોકોની સેવા કરવાની સાથે કરે છે. તો જંગલમાં દુર્ગમ ગણાતા સ્થળો પર પણ તેઓ છાસવારે પહોંચીને આદિવાસીઓને કપડાથી લઈને ભોજન, મેડિકલ કેમ્પના આયોજન કરતાં રહે છે. વળી, આદિવાસી વિસ્તારમાં પૂજાના સ્થળ ગણાતા મંદિરો બનાવવામાં પણ મોખરે છે તો મોટી દુર્ઘટનાઓમાં પણ તેઓ હંમેશા આગળ રહે છે. કચ્છના ભૂકંપ વખતે બે ગામ બનાવી આપ્યાં હતાં. શિક્ષણ, સ્વાસ્થ્ય સહિતના સામાજિક સેવાકીય કાર્યોમાં તેઓ હંમેશા મોખરે રહે છે.