સુપ્રીમ કોર્ટમાં કોરોના બોમ્બ ફાટ્યો, 50% સ્ટાફ કોરોના સંક્રમિત

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

કડક ચકાસણી અને સંપૂર્ણ ધ્યાન રાખવા છતાં સુપ્રીમ કોર્ટમાં કોરોના બોમ્બ ફાટ્યો છે. અહીં 50% એટલે કે અડધા અડધ સ્ટાફને કોરોનાનો ચેપ લાગ્યો છે. હવે આ પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે જજ તેમના તેમના ઘરેથી વીડિયો લિંકથી કાર્યવાહી કરશે.

સુપ્રીમ કોર્ટનું પટાંગણ અને કોર્ટરૂમને સેનિટાઈઝ કરવામાં આવ્યા છે, નક્કી સમય કરતા કોર્ટની કાર્યવાહી મોડી શરુ કરાશે એટલે કે કાર્યવાહી 10:30 કે 11:30એ કરવામાં આવશે. હવે કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તેને જોતા કાળજી લેવાનું વધારી દેવામાં આવ્યું છે, કોર્ટના ઘણાં સ્ટાફ અને તેમના પરિવારના સભ્યોને કોરોના થતાં સીજેઆઈ અને અન્ય જજો દ્વારા કાળજી વધારવા અંગે જણાવવામાં આવ્યું છે, કારણ કે પાછલા વર્ષે સ્થિતિ વણસવાના કારણે સુપ્રીમ કોર્ટના 6 જજને કોરોનાનો ચેપ લાગ્યો હતો.

કોરોનાના કેસમાં વધારો થતા ફરી સ્ટાફ અને જજો દ્વારા વધુ કાળજી લેવાની જરુરિયાત ઉભી થઈ છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેસોની સુનાવણી થઈ શકે તે માટે સુપ્રીમ કોર્ટની ઈ-કમિટીના હેડ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ દ્વારા 1600 વીડિયો લિંક ખરીદવામાં આવશે, આ સાથે સુનાવણી દરમિયાન કોઈ અચડણ ઉભી ના થાય તે માટે પુરતા પ્રમાણમાં બેંડવિડ્થ અને લિંક પણ ઉપલબ્ધ કરાવાશે.

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના નવા પ્રમુખ અને સિનિયર વકીલ વિકાસ સિંઘ એક મહિના પહેલા જ કોર્ટની સંપૂર્ણ પ્રત્યક્ષ સુનાવણી ફરી શરુ કરવા માટે દબાણ કરી રહ્યા હતા. કોર્ટના ખુલવાના કારણે યુવાન વકીલ આર્થિક તકલીફો પડી રહી છે.

જો દબાણ બાદ કોર્ટ ખોલવામાં આવી હોત તો પરિસ્થિતિ આના કરતા પણ વધારે કપરી બની શકી હોત. કારણ કે સુનાવણી ચાલુ હોય ત્યારે મોટી સંખ્યામાં વકીલો અને અરજદારો કોર્ટમાં એકઠા થતા હોય છે. દિલ્હી હાઈકોર્ટે સાહસ કરીને પ્રત્યક્ષ સુનાવણી શરુ કરી હતી, પરંતુ આ પછી વકીલો માટે દરવાજા બંધ કરી દીધા છે અને ફરી દિલ્હીમાં કેસની સંખ્યામાં વધારો થવાથી વચ્ર્યુઅલ સુનાવણી શરુ કરી છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો