કોરોનાને કારણે હાલ રાજ્યમાં ખૂબજ ખરાબ પરિસ્થિત સર્જાયેલી છે. રાત્રે 8 વાગ્યા પછી તો રાજ્યના 20 શહેરોમાં કર્ફયું લાદી દેવામાં આવ્યો છે. આવા સમયે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા 1 થી 9 ધોરણ અને 11માં ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને તેમને પાસ કરી દેવામાં આવ્યા છે.
ઉપરાંત બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા એટલેકે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા પણ 25 મે ના રોજ યોજાવાની હતી. જેને હાલ પૂરતી મોકૂફ રાખી દેવામાં આવી છે. સરકાર દ્વારા હવે આગામી સમયમાં 15 મે ના રોજ પરીક્ષા ક્યારે રાખવી તે નિર્ણય લેવામાં આવે છે, જોકે 15મે ના રોજ પણ કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીનેજ નિર્ણય લેવામાં આવશે.
જોકે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે. તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. પરંતુ 1 થી 9 ધોરણ અને 11માં ધોરણની પરિક્ષાતો નહી લેવામાં આવે. એટલેકે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને પાસ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં હવે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર સર્જયો છે. તેવામાં મોટા ભાગના રાજ્યોમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. જેથી ગુજરાતમાં પણ વિદ્યાર્થીઓના વાલીઓએ કહ્યું હતું કે બાળકોને માસ પ્રમોશન આપી દેવું જોઈએ કારણકે બાળકો સ્કૂલે જઈને પરીક્ષા આપી શકે તેવી સ્થિતી નથી. બીજી તરફ વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપે તો પણ ચોરીની શક્યતાઓ વધી જાય છે.
વાલીઓનું કહેવું એમ હતું કે વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય તે માટે તેમને માસ પ્રમોશન આપી દેવું જોઈએ. પરંતુ સાથેજ વાલીઓએ એવું પણ કહ્યું હતું કે 10 અને 12ની પરીક્ષાતો અચૂકથી લેવી જોઈએ. પરંતુ તેમની પરીક્ષા સંક્રમણ કાબૂમાં આવે ત્યારબાદ લેવામાં આવે તે જરૂરી હતું. સરકાર દ્વારા મે મહિનામાં બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પરંતુ હવે કોરોનાને કારણે બોર્ડની પરીક્ષાઓ પણ સરકાર દ્વારા મે મહિનામાં મોકૂફ રાખી દેવામાં આવી છે. જેથી જૂન મહિનામાં બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ શકે છે. પરિણામે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટે વધું સમય મળ્યો છે. માટે તેઓ ખુશ છે.
ઉલ્લેખનીય છે કે CBSE બોર્ડ દ્વારા પહેલાથી ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી છે. જ્યારે 12માં ધોરણની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ ગુજરાત બોર્ડ દ્વારા આ મુદ્દે કોઈ પણ નિર્ણય લેવામાં નહોતો આવ્યો. પરંતુ હાલ ગુજરાત બોર્ડ દ્વારા 10 અને 12ની પરીક્ષાઓ મોકૂફ રાખી દેવામાં આવી છે. સાથેજ 1 થી 9 અને 11માં ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું જેના કારણે વિદ્યાર્થીઓમાં તેમજ વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.