ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાને કારણે ઘણું નુકશાન થયું છે સૌથી વધારે અસર દરિયાકાંઠા નજીકના વિસ્તોરામાં થઈ છે જ્યા 70 ટકા જેટલું નુકશાન થયું છે. તે સિવાય 80 ટકા કેસર કેરી પણ આંબા પરથી નીચે ખરી પડી ઉપરાંક નારિયેળના વૃક્ષો પણ ખરી પડ્યા હતા.
એક અંદાજ પ્રમાણે સૌરાષ્ટ્રમાંતો લગભગ 90 ટકા કરતા વાધારે ઉભો પાક નાશ પામ્યો છે. સોમવારની રાતે વાવાઝોડું ગુજરાત પર ત્રાટક્યું હતું. મંગળવારે રાત સુધી તેની અસર જોવા મળી. જે પણ નુકશાન થયું છે તે કૃષિ વિભાગ દ્વારા હવે તપાસ કરવામાં આવશે. પરંતુ સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં 90 ટકા વધારે ઉભો પાક નાશ પામ્યો છે.
ખાસ કરીને દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે નુકશાન થયું. કારણકે ત્યા 165 કિમીની ઝડપે પવન ફુકાંયો હતો. જેથી ઘણા લોકોના ઘરોમાં પાણી પણ ઘુસી ગયું હતું. વરસાદ અને ભારે પવનને કારણે પણ ઘણું નુકશાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.
જૂનાગઠ, ભાવનગર. ગીર સોમનાથ , અમરેલી, પોરબંદર, જામનગર, રાજરોટ અને દ્વારકા સહિત બોટાદમાં સૌથી વધારે નુકશાન થયું છે. કોડીનારના ખેડૂતોનું કહેવું છે કે તેમણે આ વખતે મગનું વાવતર કર્યુ હતું. પરંતુ વાવાઝોડાને કારણે ખેતર આખું ખેદાન મેદાન થઈ ગયું.
તે સિવાય ખેડૂતોનું કહેવું છે કે તેમના નારિયેળીના ઝાડ પણ ભારે પવનના કારણે ઉખડી ગયા. ધારીના ખેડૂતોએ પણ આ વખતે મોટા ભાગે મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ વાવાઝોડાને કારણે તેમનો પણ બધો પાક નાશ પામ્યો હતો.
કૃષિ વિભાગના અધિકારીઓં પણ કહેવું છે કે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં 90 ટકા જેટલો પાક નાશ પામ્યો જ્યારે ઉત્તર ગુજરાતમાં કેટલું નુકશાન થયું તે હજું અંદાજ કાઢવામાં નથી આવ્યો. પરંતુ ત્યા પણ 60 કિમીમી ઝડપે પવન ફૂકાંતો હતો. જેથી ત્યા પણ વ્યાપક નુકશાન થયું છે. કુલ 10 લાખ હેક્ટર જમીન પર અહીયા વાવેતર કરવામાં આવ્યું હતું જેથી અહિયા પણ નુકશનાની શક્યતા વધારે છે.
કુલ મળીને વાવાઝોડાને કારણે જગતના તાતને રોવાનો વારો આવ્યો છે. કારણકે મગ, મગફળી, તલ વગેરેનું વાવેતર ખેડૂતોએ કર્યું હતું. પરંતુ તેમને ભારે નુકશાન થયું. જોકે ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર જેટલું નુકશાન થયું હશે તો રાજ્યમાં લગભગ 60 ટકા ઉભો પાક નાશ પામ્યો હશે. જે આપણા સૌ માટે એક ચિંતાનો વિષય કહી શકાય.