બંગાળના અખાતમાં સર્જાયેલ લો પ્રેશર સૌરાષ્ટ્ર પર છવાયેલું જોવા મળી રહ્યું છે. આ લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે સૌરાષ્ટ્ર અને તેની આજુબાજુના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
દરિયાની સપાટીથી 1.5 કિમી ઉંચાઈ પર સર્જાયેલ આ દબાણના કારણે સારા એવા વરસાદની શક્યતા રહેલી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલના વીજ ગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.
જ્યારે નૈઋત્યનું ચોમાસું મંદ પડી ગયું હતું. તેના કારણે લોકો સહિત ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ખેતરોમાં વાવેતર કરવામાં આવ્યું હતું અને તે નિષ્ફળ જવાનો ખતરો ઉભો થયેલો થયો હતો. તેમ છતાં ધીમે-ધીમે વરસાદ શરૃ થતા લોકોએ રાહત અનુભવી છે. હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 18 જુલાઈ સુધીની આગાહી યથાવત રાખી છે.
પ્રથમ દિવસના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે કે તેના કરતા પણ વધુ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, દાહોદ, પંચમહાલ, મહીસાગર, ખેડા, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, કચ્છ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદ શક્યતા રહેલી છે.
આ સિવાય બીજા દિવસે પણ વલસાડ, દમણમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. આ સિવાય સાથે નવસારી, જુનાગઢ, અમરેલી, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.