સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નિયમો માં ફેરફાર, હવે સોમવારે નહીં પરંતુ આ દિવસે રેહશે બંધ,જાણો વિગતે.

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

આપણે સૌ જાણીએ એ છીએ કે દિવાળી માં હવે માત્ર ગણતરી ના દિવસો બાકી રહ્યાં છે.ત્યારે જો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત નું વિચારી રહ્યા છો તો આ નિયમ અવસ્ય જાણવા જોઈએ.દિવાળીના તહેવારો નજીકમાં જ છે.અને સ્કૂલોમાં વેકેશન પડવાની પણ તૈયારીમાં છે.

રજાના દિવસોમાં મોટાભાગના લોકોએ ફરવા જવાનો પ્લાન બનાવી લીધો છે.દિવાળીની રજામાં ફરવા જવા માટે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.આ વખતે બેસતુ વર્ષ સોમવારે છે.

જેથી કરીને આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂલ્લું રહેશે તેવી તંત્ર દ્વારા જાહેરાત કરાઈ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહીવટદાર આઈ.કે. પટેલના જણાવ્યા અનુસાર, સ્ટેચ્યુ ઓફ યુનિટી દર સોમવારે બંધ રહેતું હોય છે.પરંતુ દિવાળીના તહેવારોમાં જાહેર રજાને ધ્યાનમાં લેતા જનતા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂલ્લું રાખવામાં આવશે.દિવાળીના તહેવારોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારને બદલે ગુરુવારે એટલે કે, 31 ઓક્ટોબરના રોજ બંધ રહેશે.અખબારોમાં આ મામલે આપવામાં આવેલી જાહેર વિજ્ઞપ્તિ.

બેસતુ વર્ષ અને ભાઈબીજની રજા સોમ-મંગળના રોજ હોવાથી સ્વાભાવિક છે કે,ગુજરાતમાં આખુંય અઠવાડીયું રજાનો જ માહોલ રહેશે. આ દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ખાસ્સો ધસારો રહેવાની શક્યતા છે. તેવામાં સોમવારે SoU બંધ રહે છે તેવું માની કોઈ તે દિવસે જવાનું ટાળે તેવી સ્થિતિ ઉભી ન થાય તે માટે તંત્ર દ્વારા ખાસ જાહેરાત કરાઈ છે.28 ઓક્ટોબરે સોમવારને બદલે સ્ટેચ્યુ ઓફ યુનિટી 31 ઓક્ટોબર ગુરુવારે બંધ રહેશે તેવી પણ ખાસ નોંધ લેવા જણાવાયું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાની ટિકિટ હવે ઓનલાઈન પણ બુક કરાવી શકાય છે.આ સિવાય આ સાઈટ પર રિવર રાફ્ટિંગ,બટરફ્લાય પાર્ક સહિતના નવા નઝરાણાં પણ ઉમેરવામાં આવ્યા છે.હોવી જાણીએ આપણે બસ ટીકીટ, એન્ટ્રી ટિકીટ, વ્યુઇંગ ગેલેરી ટિકીટ તથા એક્સપ્રેસ ટિકીટના દરોનો સમાવેશ કરાયો છે. સ્મારક જોવાનો સમય સવારે ૯ થી સાંજના ૫ કલાકનો રહેશે અને ઓનલાઈન ટિકીટ બુકીંગ ઉપર થઈ શકશે.બસની ટિકીટ રૂ.૩૦ શ્રેષ્ઠ ભારત ભવન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વોલ ઓફ યુનિટી, પ્રદર્શન, ફૂડકોર્ટ, વેલી ઓફ ફ્લાવર્સ કેવડીયા તરફ, રીવર બેડ પાવર હાઉસ, વ્યુ પોઈન્ટ, ગોડ બોલે ગેઈટ, ટેન્ટ સીટી, મેઈન કેનાલ હેડ રેગ્યુલર, વિગેરે સ્થળો જોવા મળશે.

એન્ટ્રી ટિકીટ બાળક ૩ થી ૧૫ વર્ષ રૂ.૬૦ અને પુખ્ત વયના લોકો માટે રૂ.૧૨૦ એન્ટ્રી ટીકીટમાં વેલી ઓફ ફ્લાવર્સ, મ્યુઝીયમ અને ઓડીયો-વિઝ્યુઅલ ગેલેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમનો સમાવેશ છે.તેમાં વ્યુઈંગ-ગેલેરીનો સમાવેશ નથી.વ્યુઈંગ ગેલેરી ટિકીટ બાળક ૩ થી ૧૫ વર્ષ રૂ.૨૦૦અને પુખ્ત વયના લોકો માટે રૂ.૩૫૦ વ્યુઈંગ ગેલેરી, વેલી ઓફ ફ્લાવર્સ, મ્યુઝીયમ અને ઓડીયો-વિઝ્યુઅલ ગેલેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ,ઉપરોક્ત ૧ દર્શાવેલ તમામ સ્થળો અને ઉપરાંત વ્યુઈંગ-ગેલેરીનો સમાવેશ થાય છે.

પ્રવાસી દ્વારા રૂ.૩૫૦ વ્યુઈંગ ગેલેરી + રૂ.૩૦ બસ ટીકીટ એટલે કે, કુલ રૂ.૩૮૦ની ટીકીટમાં તમામ સ્થળો જોઈ શકાય.એક્સપ્રેસ ટિકીટ રૂ.૧૦૦૦છે.જેમાં વ્યુઈંગ ગેલેરી વિગેરે સ્થળો માટે લાઈન અલગ હોય છે, અને તુરંત ઓછા સમયમાં સ્થળ જોઈ શકાશે.આ મુજબ નો ટીકીટ દર અહીં જોવા મળશે માટે જો તમે અહીં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આ જાણકારી જાણવી તમારા માટે ખુબજ જરૂરી છે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here