‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ની 1 વર્ષની આવક જાણી ને તમે પણ ચોંકી જશો, જાણો વિગતે

સરદાર સ્ટેચ્યુ વેશે આપણે સૌ જાણીએ જ છીએ,સરકારે સરદાર સ્ટેચ્યુ બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે.રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગવંતો બનાવવા સરકારે મોટા ઉપાડે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ કર્યું. 2018 સુધીમાં આ સ્ટેચ્યૂને જોવા આવનારા પ્રવાસીઓની સંખ્યા 26 લાખ થઈ ગઈ છે.

પરંતુ સરકારનો વિદેશી પ્રવાસીઓને આકર્ષવાનો હેતુ બર આવ્યો નથી.એની પાછળ મુખ્ય કારણ એવું છે કે, વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે જે પ્રકારનું પ્રમોશન કરવું જોઈએ તે સ્તર ઉપર કર્યું જ નથી.જેના કારણે અહીં વિદેશી પ્રવાસીઓ સરદાર સ્ટેચ્યુ જોવા માટે આવતા નથી.અત્યારસુધીમાં ખૂબ જ ઓછી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ આવતાં રાજ્ય સરકાર અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ઉધામા શરૂ કરવામાં આવ્યા છે.

સરદાર સ્ટેચ્યુ એ વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે.જે આખા ભારતમાં પ્રખ્યાત થઈ ગઈ છે.આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 31 ઓક્ટોબર 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું રંગેચંગે લોકાર્પણ કરવામાં આવ્યું.અને ખુબજ ઉત્સાહ પૂર્વક આ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જ્યારે આ સ્ટેચ્યૂનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે વડાપ્રધાન મોદીએ ખુદે એવું કહ્યું હતું કે, આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે ત્યારે તેને જોવા દેશ વિદેશમાંથી પ્રવાસીઓનો ભારે ધસારો થશે.અને લાખો ની સંખ્યામાં અહીં લોકો આ પરસ્તીમાંને જોવા માટે આવશે,વડાપ્રધાનના આ બોલ સાચા પડ્યા,પણ માત્ર દેશના પ્રવાસીઓ પુરતા જ તે સાચા ઠર્યા.બાકી વિદેશી પ્રવાસીઓ બહુ ઓછી સંખ્યામાં અહીં ડોકાયા છે.વિદેશી પ્રવાસીઓ અહીં ખુબજ ઓછી સંખ્યામાં આવ્યા છે.

PM મોદીએ ગત 31મી ઓક્ટોબર 2018ના દિવસે કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા દેશ-વિદેશથી રોજે રોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ પ્રવાસીઓને વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે સરકારે 20થી વધુ પ્રેજેક્ટોનું નિર્માણ કાર્ય પણ ચાલુ કર્યું છે.જેમાં જંગલ સફારી, જાયન્ટ ડાયનાસોર,ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક,વિશ્વ વન પ્રવાસીઓમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે.

ગત 31મી ઓક્ટોબર 2018 થી 31મી ઓક્ટોબર 2019 સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા દેશ-વિદેશથી 24,44,767 પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.જેના થકી સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 63,39,14,128 રૂપિયાની આવક થઈ છે. હવે આગામી સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોજના 50,000 પ્રવાસીઓ આવી શકે એવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જ્યારે લોકાર્પણ કરાયું ત્યાર બાદ ત્યાં પ્રવાસીઓની સુવિધામાં ખાસ્સો એવો વધારો પણ કરાયો છે.

જાણો સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકર્પણ બાદ 1 વર્ષની આવક વિગતે..

વર્ષ 2018 નવેમ્બરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી માં 2,78,562 પ્રવાસીઓ આવ્યા હતા જેની આવક ₹ 6,47,63,443 આવાક થઈ હતી,આ ઉપરાંત ડિસેમ્બર 2018 માં 2,50,113 પ્રવાસીઓ આવ્યા હતા જેમાં કુલ આવક ₹5,70,41,060 થઈ હતી.

આ પછી જાન્યુઆરી 2019 માં 2,83,298 પ્રવાસીઓ અહીં આવ્યા હતા જેની કુલ આવક ₹7,00,42,020 થઈ હતી.આ ઉપરાંત ફેબ્રુઆરી 2019 માં 2,10,600 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા હતા આ મહિનામાં કુલ ₹5,60,87,710 થઈ હતી.આમ કુલ એક વર્ષ માં પ્રવાસીઓની સંખ્યા ની વાત કરીએ તો 24,44,767 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા છે.જેની કુલ આવક 63,39,14,128 છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top