એક સોનેરી યુગનો અંત: મહાન ગાયિકા લતા મંગેશકરે 92 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

દેશના જાણીતા ગાયક અને સ્વર કોકિલાના નામથી જાણીતા લતા મંગેશકરનું નિધન થયું છે. તેમના નિધનથી સમગ્ર ભારતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાજકીય પક્ષોથી લઈને બોલીવુડના દિગ્ગજોએ તેમના નિધનને ન પૂરી શકાય તેવી ખોટ ગણાવી છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે ટ્વીટ કરીને આ વાત કહી છે. આગલા દિવસે તેમની તબિયત લથડી હતી, ત્યાર બાદ તેમને આઇસીયૂમાંથી વેન્ટિલેટરમાં રાખવામાં આવ્યા હતા.

રવિવારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે ટ્વિટ કરીને કહ્યું હતું કે દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરનું નિધન થયું છે. ડોક્ટરોએ અગાઉ શનિવારે માહિતી આપી હતી કે લતા મંગેશકરની તબિયત સ્થિર થયા બાદ તેમને વેન્ટિલેટરથી આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ અચાનક ગઈકાલે તેમની તબિયત લથડવા લાગી હતી, ત્યારબાદ તેમને ફરીથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. રવિવારે સવારે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, “લતા દીદીના ગીતોએ વિવિધ પ્રકારની લાગણીઓને જન્મ આપ્યો હતો. તેમણે દાયકાઓ સુધી ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં થતા ફેરફારોને નજીકથી નિહાળ્યા હતા. ફિલ્મો ઉપરાંત તેઓ હંમેશા ભારતના વિકાસ માટે ખૂબ જ ઉત્સાહી હતા. તે હંમેશાં એક મજબૂત અને વિકસિત ભારત જોવા માંગતી હતી. “

Scroll to Top